માથ્થી 22:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું, “નોતરેલાઓને કહો, જુઓ, મેં મારું જમણ તૈયાર કર્યું છે; મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યાં છે, ને સર્વ વાનાં તૈયાર છે; લગ્નમાં આવો.”
4 તેથી તેણે બીજા નોકરોને આમંત્રિતો પાસે આમ કહીને મોકલ્યા: ’મારું જમણ તૈયાર છે; બળદો અને માતેલાં પશુઓ કાપવામાં આવ્યાં છે. બધું તૈયાર છે. લગ્નજમણમાં જલદી પધારો!’
4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”
4 “પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા, રાજાએ નોકરોને કહ્યું, ‘જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે. મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે. બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો.’
[તમારું] કહ્યું માન્યું નહિ, અને તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા, તે તેઓએ ધ્યાનમાં લીધા નહિ. પણ તેઓએ પોતાની ગરદન અક્કડ કરી, અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે બંડ કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો; પણ તમે ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો. તેથી તમે તેઓને તજી દીધા નહિ.
ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું, “ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો, અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.