Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:16
36 Iomraidhean Croise  

મિખાયાએ કહ્યું, “જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે, તે જ હું બોલીશ.”


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓનાં અંત:કરણોમાં નરી દુષ્ટતા છે; તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે, તે તેનાં પગલાંને માટે જાળ પાથરે છે.


તેના મુખમાં સત્ય નિયમ હતો, ને તેના હોઠોમાં અધર્મ માલૂમ પડતો નહતો. તે મારી સાથે શાંતિ તથા પ્રમાણિકપણાથી ચાલતો હતો, ને તેણે ઘણાઓને દુરાચારમાંથી ફેરવ્યા.


“તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં મુખની શરમ રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”


“ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ સંતાન વગર મરી જાય, તો તેનો ભાઈ તેની પત્નીને પરણીને પોતાના ભાઈને માટે વંશ ઉપજાવે.


તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતમા સુધી તેઓ મરી ગયા.


ત્યારે તેમણે કહ્યું. “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે; હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું.’”


અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “રાબ્બી, સલામ”; અને તે તેમને ચૂમ્યો.


અને તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક જણ તેમની પાસે દોડતો આવ્યો, ને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?”


અને તેઓ તેમની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલે છે કે તેઓ વાતમાં તેમને સપડાવે.


અને તેઓ આવીને તેમને કહે છે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમે ખરા છો, ને કોઈની દરકાર કરતા નથી; કેમ કે માણસોનું મોં તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસારને કર આપવો ઉચિત છે?


અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ ઠરાવ કર્યો.


અને તેમણે તેઓને આજ્ઞા આપી, “જો જો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો.”


તેઓએ તેમને પૂછ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમારું કહેવું અને શીખવવું સત્ય છે, અને તમે કોઈનું મોં રાખતા નથી, પણ સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;


ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે તેમને કહ્યું, “ઉપદેશક, કહો.”


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


એથી પિલાતે તેમને પૂછયું, “ત્યારે શું તું રાજા છે.” ઈસુએ ઉત્તર આપ્યો કે, “તમે કહો છો કે હું રાજા છું. એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે, સત્ય વિષે હું સાક્ષી આપું! જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.”


જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે. તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી.


કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.


પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત [પ્રગટ કરવા] માં ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંત:કરણમાં ખાતરી કરી આપીએ છીએ.


માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી [તેમને એમ] ઓળખતા નથી.


તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.


પણ જેઓ કેટલેક દરજજે પ્રતિષ્ઠિત ગણાતા હતા (તેઓ ગમે તેવા હતા, તેની મને કંઈ પરવા નથી; ઈશ્વર કોઈ માણસની શરમ રાખતા નથી)-હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા, તેઓના તરફથી મને કંઈ વધારે પ્રાપ્ત થયું નહિ.


તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું, કે મેં તેમને જોયાં નથી; અને તેને પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહિ, અને તેણે પોતાનાં છોકરાંને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતાં આવ્યાં છે, અને તમારો કરાર તેઓ પાળે છે.


પણ જેમ ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યાં, તેમ અમે માણસોને પ્રસન્‍ન કરનારાની જેમ નહિ, પણ અમારાં હ્રદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્‍ન કરવાને બોલીએ છીએ.


પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan