Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 21:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 માર્ગની બાજુએ અંજીરી હતી. તે તેની નજીક ગયા, પણ એકલાં પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ. તેથી ઈસુએ અંજીરીને કહ્યું, હવેથી તારા પર કદી ફળ લાશે નહિ. તરત જ તે અંજીરી સુકાઈ ઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 21:19
17 Iomraidhean Croise  

તેણે તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢયા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો, ને તેમાં બુરજ બાંધ્યો, અને વળી તેમાં દ્રાક્ષાકુંડ ખોદી કાઢયો. તેમાં દ્રાક્ષાની ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઊપજ થઈ.”


યહોવા કહે છે, “હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; દ્રાક્ષાવેલા પર કંઈ દ્રાક્ષા થશે નહિ, ને અંજીરીને અંજીર લાગશે નહિ, ને પાંદડાં ચીમળાશે; મેં તેઓને જે આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.”


એ જોઈને‍ શિષ્યો નવાઈ પામીને બોલ્યા, “અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ?”


અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.


અને તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને જડથી સુકાઈ ગયેલી જોઈ.


વળી હમણાં વૃક્ષોનાં મૂળ પર કુહાડો મૂકેલો છે! માટે જે કોઈ વૃક્ષ સારાં ફળ આપતું નથી તે કપાય છે, અને અગ્નિમાં નંખાય છે.”


મારામાંની પ્રત્યેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને પ્રત્યેક [ડાળી] જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.


જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.


ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે.


તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


જે અન્યાયી છે, તે હજુ અન્યાય કર્યા કરે! અને જે મલિન છે, તે હજુ મલિન થતો જાય! જે ન્યાયી છે, તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે! અને જે પવિત્ર છે, તે હજુ પવિત્ર થતો જાય.


Lean sinn:

Sanasan


Sanasan