Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 21:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ જે‍ ચમત્કારો તેમણે કર્યા, તથા જે છોકરાં મંદિરમાં મોટે સ્વરે દાઉદના દીકરાને હોસાન્‍ના કહેતાં હતાં, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તેમનાં અદ્‌ભૂત કાર્યો જોયાં અને બાળકો પોકારતાં હતાં: દાવિદપુત્રને હોસાન્‍ના! તેથી તેમણે ગુસ્સે થઈને ઈસુને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 21:15
20 Iomraidhean Croise  

હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


અને બીજા દશે જણે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બન્‍ને ભાઈ પર ગુસ્સે થયા,


પછી મંદિરમાં આવીને તે બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેમની પાસે આવીને કહ્યું, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો?”


અને આગળ‍ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્‍ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્‍ના.”


“મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓ તેમને કહે છે, “દાઉદનો, ”


ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા.


અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી;


અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી.


પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે, તેઓ બારાબાસને માગે, ને ઈસુને મારી નંખાવે.


અને ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”


અને મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા.


તે અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ, વડીલો સહિત, પાસે આવીને ઊભા રહ્યા.


તેમને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.


દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ સાથે, ભેગી થઈ, તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું,


હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે, તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી, જેથી તેઓ તેમને પકડે.


તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”


હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે.


શું શાસ્‍ત્રમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?”


Lean sinn:

Sanasan


Sanasan