Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 20:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને આશરે અગિયારમે કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા જોયા; ત્યારે તે તેઓને કહે છે, “આખો દિવસ તમે કેમ અહીં નવરા ઊભા રહ્યા છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 સાંજે પાંચ વાગે તે ફરીથી ચોકમાં ગયો, તો ત્યાં કેટલાક હજી એવા હતા જેમને કામ મળ્યું ન હતું. તેણે તેમને પૂછયું, ’આખો દિવસ તમે નવરા કેમ ઊભા છો?’ તેમણે જવાબ આપ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિકે તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 20:6
10 Iomraidhean Croise  

આળસ ભરઊંઘમાં નાખે છે; અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


જો, તારી બહેન સદોમનો દોષ આ હતો:એટલે અહંકાર, અન્નની પુષ્કળતા, ને જાહોજલાલીને લીધે તેનો તથા તેની દીકરીઓનો એશઆરામ, વળી તે ગરીબ તથા કંગાળને મદદ પણ કરતી નહોતી.


વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું.


તેઓ તેને કહે છે, “કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી તે માટે.” તે તેઓને કહે છે, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.”


અને જેઓને તેણે આશરે અગિયારમે કલાકે રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો.


જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનાં કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી.


(હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કંઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા નહોતા.)


માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.


Lean sinn:

Sanasan


Sanasan