Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 20:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ઠઠ્ઠામશ્કરી કરવાને, તથા કોરડા મારવાને, તથા વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે; અને ત્રીજે દિવસે પાછો ઉઠાડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ત્યાર પછી તેઓ બિનયહૂદીઓને તેની સોંપણી કરશે, વિદેશીઓ તેની મશ્કરી ઉડાવશે, ચાબખા મારશે ને ક્રૂસ પર જડી દેશે. ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પછી તે લોકો માણસના દીકરાને બીનયહૂદિઓને સોંપી દેશે જેઓ તેની ક્રૂર મશ્કરી કરશે. તેના પર કોરડા વીંઝશે અને તેને વધસ્તંભ પર જડાવી દેશે, પરંતુ ત્રીજા દિવસે તે સજીવન થશે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 20:19
30 Iomraidhean Croise  

તેઓ મૂર્ખોનાં સંતાન, હા, અધમ પુરુષોનાં સંતાન [છે] , દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.


તેઓ મિજબાનીમાં ધર્મનિંદકોની માફક પોતાના દાંત મારી સામે પીસે છે.


તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.


તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.


બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.


કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે.


ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.”


અને તેઓ તેને મારી નાંખશે, ને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.” ને ‍ત્યારે તેઓ બહુ ખિન્‍ન થયા.


પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી દીધો. પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવવા માટે સોંપ્યા.


કહ્યું, “સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે, “ત્રણ દિવસ પછી હું ઊઠીશ.”


પછી કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા, તથા તેમને મુક્‍કીઓ મારીને તેમને કહેવા લાગ્યા, “ [તું પ્રબોધક હોય તો] કહી બતાવ!” અને ભાલદારોએ તેમને તમાચા માર્યા.


સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્‍ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા.


ત્યારે પિલાતે લોકોને રાજી કરવા ચાહતાં તેઓને માટે બારાબાસને છોડી દીધો; અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા માટે સોંપ્યા.


કેમ કે વિદેશીઓના હાથમાં સ્વાધીન કરવામાં આવશે; તેની મશ્કરી તથા અપમાન કરવામાં આવશે, અને તેના પર તેઓ થૂંકશે.


હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને ભપકાદાર વસ્‍ત્રો પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા.


તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ.


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને [તેનાથી] પોતાના હાથ પગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા કહે છે કે, જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે.”


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


Lean sinn:

Sanasan


Sanasan