Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ને કહ્યું, “આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમારી એટલે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેમણે કહ્યું, ’આ જે છેલ્લા કામ કરવા આવ્યા તેમણે ફક્ત એક જ કલાક કામ કર્યું, જ્યારે અમે તો આખો દિવસ સખત તાપમાં કામ કર્યું છે, છતાં તમે તેમને અને અમને એકસરખું વેતન આપ્યું છે!’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ‘જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 20:12
20 Iomraidhean Croise  

વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”


વળી તમે કહો છો, “જુઓ, એ તો કેટલું બધું કંટાળો આપનારું છે.” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “તમે તેમની સામે છીંકયા છો; અને તમે જોરજુલમથી પડાવી લીધેલાં, લંગડાં તથા માંદાં [પશુ] ને લઈ આવીને તેનું બલિદાન આપો છો; એવાં અર્પણ તમે લાવો છો : શું હું તમારા હાથથી એવાંનો અંગીકાર કરું?” એમ યહોવા કહે છે.


તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવા કરવી એ નકામું છે; અમે તેમના વિધિઓ પાળ્યા છે, ને અમે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આગળ શોકવસ્ત્ર ધારણ કરીને ચાલ્યા છીએ તેથી શો લાભ થયો?


ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી,


જ્યારે દક્ષિણનો વા વાય છે, ત્યારે તમે કહો છો કે લૂ વાશે; અને એમ જ થાય છે.


તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? એનું સ્થાન નથી. ક્યા નિયમથી? શું કરણીના? ના; પણ વિશ્વાસના નિયમથી.


કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્‍નતીને વિશ્વાસથી, અને બેસુન્‍નતીને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે.


છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા ઉઘાડા છીએ, અને ધકકા ખાઈએ છીએ, અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી.


એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.


કેમ કે સૂર્ય ઊગે છે, અને લૂ વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે. તેનું ફૂલ ખરી પડે છે, અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે: તેમ‍‍ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમળાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan