Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એટલે તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્‍ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેણે બધા મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોની સભા બોલાવીને પૂછયું, મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 2:4
30 Iomraidhean Croise  

તેઓ ભાર ઊંચકનારાઓના ઉપરી હતાં ને દરેક પ્રકારની સેવામાં કામ કરવારાઓ ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા, કારભારીઓ તથા દ્વારપાળો હતા.


હિલ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું.


વળી યાજકોના સર્વ મુખીઓએ તથા લોકોએ પણ વિદેશીઓનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને અનુસરીને મહાપાપ કર્યુ. યરુશાલેમમાં યહોવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું.


ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને પ્રતિજ્ઞા લેવડાવી કે, ‘અમો એ વચન પ્રમાણે કરીશું જ.’ તેથી તેઓએ પ્રતિજ્ઞા લીધી.


બાબિલથી ત્યાં ગયો. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.


સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશૂઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઇઓમાંના મુખ્ય માણસો હતા.


યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:


‘અમે જ્ઞાની છીએ, ને યહોવાનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે, ’ એમ કેમ કહો છો? પણ જુઓ, શાસ્ત્રીઓએ જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે.


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”


અને એ સાંભળીને હેરોદે રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.


ત્યારે તેઓએ તેને કહ્યું, “યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે,


પણ જે‍ ચમત્કારો તેમણે કર્યા, તથા જે છોકરાં મંદિરમાં મોટે સ્વરે દાઉદના દીકરાને હોસાન્‍ના કહેતાં હતાં, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.


પછી મંદિરમાં આવીને તે બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેમની પાસે આવીને કહ્યું, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો?”


ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા.


અને તે હજી બોલતા હતા એટલામાં જુઓ, બારમાંનો એક, એટલે યહૂદા, આવ્યો. અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા.


અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી.


કેમ કે શાસ્‍ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે, તેની જેમ તે તેઓને ઉપદેશ કરતા હતા.


અને તે તેઓને શીખવવા લાગ્યા, “માણસના દીકરાએ ઘણું સહેવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્‍ત્રીઓથી નાપસંદ થવું, ને માર્યા જવું, ને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું, એ જરૂરનું છે.”


શાસ્‍ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો; પણ તેઓ લોકોથી બીધા; કેમ કે તેઓએ જાણ્યું કે, “તેમણે આ દ્દષ્ટાંત અમારા પર કહ્યું છે.”


મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ તેમના ઉપર જુસ્સાથી તહોમત મૂકતા ઊભા હતા.


ત્યારે યહૂદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે.


ઈસુએ તેને કહ્યું, “તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો?


તેમને વિષે લોકો એવી કચકચ કરતા હતા, એ ફરોશીઓએ સાંભળ્યું. ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને ભાલદારો મોકલ્યા.


ત્યારે શાસ્‍ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્‍ત્રીને લાવે છે; અને તેને વચમાં ઊભી રાખીને,


ત્યારે મોટી હોહા થઈ રહી. અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્‍ત્રીઓ ઊઠ્યા, ને રકઝક કરીને કહેવા લાગ્યા, “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી. અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું?”


બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્‍ત્રીઓ,


તેઓ લોકોને, વડીલોને તથા શાસ્‍ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan