Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 19:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ને કહ્યું કે, ‘તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્‍ને એક દેહ થશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 અને કહ્યું: ’આ કારણને લીધે માણસ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળી રહેશે અને તેઓ બંને એક દેહ થશે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને કહ્યું કે, ‘આના કારણે મનુષ્ય તેના પિતા અને માતાને છોડી દેશે અને તેની પત્ની સાથે જોડાશે, અને તે બે એક દેહ થશે.’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 19:5
19 Iomraidhean Croise  

અને યાકૂબની દીકરી દીના પર તેનું દિલ ચોંટી ગયું, ને તેણે તે છોકરી પર પ્રેમ કર્યો, ને તેની સાથે હેતથી બોલ્યો.


હે મારા બાંધવ યોનાથાન, તારે લીધે મને ખેદ થાય છે. તું મને બહુ પ્રિય હતો; મારા પર તારો પ્યાર અદભુત હતો, સ્‍ત્રીઓના પ્યાર કરતાં [પણ] વિશેષ હતો.


એટલે જે પ્રજાઓ વિષે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની અંદર જવું નહિ, તેમ તેઓ તમારી અંદર આવે નહિ; કેમ કે જરુર તેઓ તમારું હ્રદય તેઓના દેવની તરફ ફેરવી નાખશે, ” તે [પ્રજાઓમાં] ની એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો.


હે દીકરી, સાંભળ, વિચાર કર, અને કાન ધર; વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા.


મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.


વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.


માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.”


[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.


શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે [તેની સાથે] એક શરીર થાય છે? કેમ કે [ઈશ્વર] કહે છે, “એ બન્‍ને એક દેહ થશે.”


પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્‍ત્રીએ લગ્ન કરવું.


પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.


એ માટે પુરુષ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.


તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.


કેમ કે આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે જો તમે ખંતથી પાળીને તેમને અમલમાં લાવશો અને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો ને તેમને વળગી રહેશો,


પણ તમે જે યહોવા તમારા ઈશ્વરને વળગી રહ્યા તે સર્વ આજે જીવતા રહ્યા છો.


અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.


દાઉદ યિઝ્રએલી અહિનોઆમને પણ પરણ્યો; અને તે બન્‍ને તેની પત્ની થઈ.


Lean sinn:

Sanasan


Sanasan