Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 19:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને જે કોઈએ ઘરોને કે, ભાઈઓને કે, બહેનોને કે, બાપને કે, માને કે, છોકરાંને કે, ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 વળી, જેમણે મારા નામને લીધે પોતાનું ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા કે બાળકો કે ખેતરો મૂકી દીધાં હશે, તેમને સોગણું પાછું મળશે અને તેમને સાર્વકાલિક જીવન મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 મારા નામને માટે જેઓએ ઘરો, ભાઈઓ, માતા પિતા, બાળકો, જમીનજાગીરનો ત્યાગ કર્યો છે તેઓ તેના કરતાં ઘણાંજ યોગ્ય છે. તેઓ સોગણું મેળવશે અને અનંતજીવનનો વારસો પામશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 19:29
25 Iomraidhean Croise  

શોધવાનો સમય અને ખોવાનો સમય; રાખવાનો સમય અને નાખી દેવાનો સમય;


અને મારા નામને માટે સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.


અને સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, ને તેને નક્કી ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”


અને બીજાં સારી જમીન પર પડ્યાં, ને તેઓએ ફળ આપ્યાં. કેટલાંકે સોગણાં, ને કેટલાંકે સાઠગણાં, ને કેટલાંકે ત્રીસગણાં.


કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.


અને જુઓ, કોઈએકે તેમની પાસે આવીને કહ્યું, “ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું?”


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો;


અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”


જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ‍ત્યારે તમને ધન્ય છે.


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


“જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.


હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેમની પાછળ ચાલ્યા.


જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમારો બહિષ્કાર કરશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ દુષ્ટ ગણીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.


જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત! પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.


જે કાપે છે તે પગાર પામે છે, અને અનંતજીવનદાયક ફળનો સંગ્રહ કરે છે; તેથી વાવનાર અને કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે.


કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.”


પણ લખેલું છે, “જે વાનાં આંખે જોયાં નથી, અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પ્રવેશ્યાં નથી, જે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યાં છે;


માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી [તેમને એમ] ઓળખતા નથી.


વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,


જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.


કેમ કે તેઓ તેમના નામની ખાતર બહાર નીકળ્યા છે, ને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan