Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 18:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા આપવામાં આવે છે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક રાજા પોતાના સેવકોનો હિસાબ તપાસવા માંગતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “આકાશના રાજ્યની તુલના એવા રાજા સાથે કરવામાં આવે છે જે પોતાના સેવકોની સાથે હિસાબ ચુક્તે કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 18:23
17 Iomraidhean Croise  

ઈસુએ તેઓની આગળ બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે.


તેમણે તેઓની આગળ બીજું એક દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું


તેમણે તેઓને બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્‍ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”


વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, ને દરેક જાતનું તેમાં સમેટાયું.


ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”


અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ દશ હજાર તાલંતના એક દેવાદારને તેની પાસે લાવ્યા.


તો આકાશના રાજ્યને દશ કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવા માટે બહાર નીકળી.


કેમ કે‍ [તેનું આવવું] એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી.


“પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.


‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.


એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


Lean sinn:

Sanasan


Sanasan