Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 18:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 હવે જો તે તેમનું પણ ન માને તો એ વાત મંડળીને જણાવ અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને વિધર્મી કે નાકાદાર જેવો ગણ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવો ગણ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 આમ છતાં એ ધ્યાનથી સાંભળવાની ના પાડે તો પછી મંડળીને આ વાતની જાણ કર. અને મંડળીનો ચુકાદો પણ માન્ય ન રાખે તો પછી તેને એક એવો માન કે જે દેવમાં વિશ્વાસ કરતો નથી અને તે કર ઉધરાવનારા જેવો જ છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 18:17
27 Iomraidhean Croise  

બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ, તથા દેશના મૂર્તિપૂજકોના મલિનપણાથી અલગ થઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના કરવા માટે સામેલ થયેલા સર્વએ તે ખાધું,


ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓની વિધિઓનું અનુસરણ કર્યું છે.”


ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદી;


માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”


કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શું ફળ છે? જકાતદારો પણ શું એમ નથી કરતા?


અને તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે, ‘અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.’


હવે તેમનું સાંભળવા માટે બધા જકાતદારો તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.


ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદારના જેવો હું નથી, માટે હું તમારી આભારસ્તુતિ કરું છું.


મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો.


તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતાં શું અધર્મીઓની આગળ ન્યાય માગવા જવાની હિંમત ચલાવે?


હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો.


તેમ જ ભ્રષ્ટ બુદ્ધિના, સત્ય જ્ઞાનરહિત અને ભક્તિભાવ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં [નિત્ય] કજિયા થાય છે.


તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan