Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 18:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે સો ઘેટાં હોય, ને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તમને શું લો છે? ધારો કે એક માણસ પાસે સો ઘેટાં છે અને તેમાંનું એક ખોવાઈ જાય તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણુંને ટેકરી પર ચરતાં મૂકીને પેલા ખોવાયેલાની તપાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “જો માણસ પાસે 100 ઘેટાં હોય, પણ તેમાંથી એકાદ ઘેટું ખોવાઈ ગયું, તો તે માણસ બાકીના 99 ઘેટાંને ટેકરી પર છોડી એકને શોધવા નીકળશે, બરાબરને?

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 18:12
17 Iomraidhean Croise  

અને યહોવાનું વચન તિશ્બી એલિયા પાસે આવ્યું,


હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવાં છે; તેઓના પાળકોએ તેઓને ભમાવ્યા છે, તેઓને પર્વતો પર અવળે માર્ગે લઈ ગયા છે. તેઓ પર્વત પરથી ઊતરીને ડુંગર પર ગયા છે, તેઓ પોતાનું વિશ્રામસ્થાન ભૂલી ગયા છે.


જેમ કોઈ ભરવાડ જે દિવસે તે પોતાનાં વિખેરાઔ ગયેલાં ઘેટાં સાથે હોય છે તે દિવસે પોતાના ટોળાને શોધી કાઢે છે, તેમ જ હું મારાં ઘેટાંને શોધી કાઢીશ. અને વાદળાંવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને છોડાવીશ.


ખોવાઈ ગયેલાને હું શોધીશ, ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ, ને માંદાને હું સારું કરીશ; પણ પુષ્ટનો તથા બળવાનનો હું નાશ કરીશ. હું ન્યાય કરીને તેમનું પોષણ કરીષ.


ત્યાર પછી તેઓ કદી વિદેશીઓની લૂંટ થશે નહિ, તેમ જંગલી હિંસક પ્રાણીઓ પણ તેમને ફાડી ખાશે નહિ; પણ તેઓ નિર્ભય રહેશે, ને કોઈ એમને બીવડાવશે નહિ.


તમે રોગિષ્ઠને બળવાન કર્યું નથી, તમે માંદાને સાજું કર્યું નથી જેનું હાડકું ભાગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવ્યા નથી, ને ખોવાઈ ગયેલાને તમે શોધ્યું નથી. પણ જબરદસ્તીથી અને સખતાઈથી તમે તેના પર સત્તા ચલાવી છે.


મારાં ઘેટાં સર્વ પર્વતો પર તથા દરેક ઊંચા ડુંગર પર ભટકતાં ફર્યાં. હા, મારાં ઘેટાં, અને તેમને ખોળનાર કે શોધનાર કોઈ નહોતું.


ત્યારે તેમણે તેઓને કહ્યું. “તમારામાં એવું કયું માણસ હશે કે, જેને એક ઘેટું હોય, ને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તે તેને પકડીને બહાર નહિ કાઢશે?


અને જો તે તેને મળે તો હું તમને ખચીત કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વત્તો હરખાય છે.


પણ તમે શું ધારો છો? એક જણને બે દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, ‘દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’


“મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓ તેમને કહે છે, “દાઉદનો, ”


તમને ડાહ્યા સમજીને હું એ તમને કહું છું; તમે મારી વાતનો વિચાર કરો.


કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan