Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 17:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તમારી મરજી હોય તો હું અહીં ત્રણ માંડવા બાંધું. એક તમારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એક તમારે માટે, એક મોશે માટે અને એક એલિયા માટે એમ ત્રણ તંબુઓ હું બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તારી ઈચ્છા હોય તો, હું ત્રણ માંડવા અહીં ઊભા કરી દઉં, એક તારા માટે, એક મૂસા માટે, એક એલિયા માટે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 17:4
16 Iomraidhean Croise  

તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.


કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે.


કેમ કે તેઓની જાહોજલાલી કેટલી બધી છે, ને તેઓની શોભા કેટલી બધી છે! જુવાનોને ધાન્ય તથા યુવતીઓને નવો દ્રાક્ષારસ હ્રષ્ટપુષ્ટ કરશે.


ત્યારે, જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાત કરતા તેઓને દેખાયા.


તેઓ તેમની પાસેથી વિદાય થતા હતા, ત્યારે પિતરે ઈસુને કહ્યું, “સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે; [તમે કહો] તો અમે ત્રણ માંડવા બનાવીએ; એક તમારે માટે, એક મૂસાને માટે, એક એલિયાને માટે! પણ પોતે શું બોલતો હતો તે તે સમજતો નહોતો.


હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો.


હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.


કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું: [દેહમાંથી] નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે ઘણે દરજ્જે વધારે સારું છે.


વહાલાંઓ, હાલ આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવાં આપણે થઈશું. કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું.


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan