Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 17:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તેઓ ગાલીલમાં રહેતા હતા એ અરસામાં ઈસુએ તેઓને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 જ્યારે બધા શિષ્યો ગાલીલમાં એકત્ર થયા, ત્યારે ઈસુએ તેમને કહ્યું, માનવપુત્રની ધરપકડ થવાની તૈયારી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 જ્યારે ઈસુ અને તેના શિષ્યો ગાલીલમાં ભેગા મળ્યા ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સુપ્રત કરાશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 17:22
21 Iomraidhean Croise  

ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.”


હું તમને ખરેખર કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”


પણ હું તમને કહું છું કે, એલિયા આવી‍ ચૂક્યો છે, ને તેઓએ તેને ઓળખ્યો નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુ:ખ સહેશે.”


અને તેઓ તેને મારી નાંખશે, ને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.” ને ‍ત્યારે તેઓ બહુ ખિન્‍ન થયા.


અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.”


અને તે સમયે ઘણા ઠોકર ખાશે, ને એકબીજાને પરસ્વાધીન કરાવશે, ને એકબીજા પર વૈર રાખશે.


અને ત્યારથી તેણે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો.


ઊઠો, આપણે જઈએ, જુઓ મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે.”


અને તે તેઓને શીખવવા લાગ્યા, “માણસના દીકરાએ ઘણું સહેવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્‍ત્રીઓથી નાપસંદ થવું, ને માર્યા જવું, ને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું, એ જરૂરનું છે.”


શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?”


તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ.


વળી તેમણે તેઓને કહ્યું, “માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્‍ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું, અને ત્રીજે દિવસે પાછા ઊઠવું જરૂરનું છે.”


તેઓ બધા ઈશ્વરના આવા મહા પરાક્રમથી વિસ્મિત થયા. પણ તેમણે જે જે કર્યું તે બધું જોઈને સર્વ વિસ્મિત થતા હતા, ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી;


Lean sinn:

Sanasan


Sanasan