Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 17:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે એવા લોકો છો જેમને વિશ્વાસ નથી અને તમે ભટકેલ છો, ક્યાં સુધી તમારી સાથે મારે રહેવું જોઈએ? ક્યાં સુધી હું તમારું સહીશ? એ છોકરાને મારી પાસે લાવો.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 17:17
25 Iomraidhean Croise  

ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”


અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “કયાં સુધી તમે મારી આજ્ઞાઓ તથા મારા નિયમો પાળવાને ઇનકાર કરશો?


“હે બેવકૂફો, તમે ક્યાં સુધી બેવકૂફીને વળગી રહેશો? તિરસ્કાર કરનારા ક્યાં સુધી તિરસ્કાર કરવામાં આનંદ માનશે? અને મૂર્ખો જ્ઞાનને ધિક્કારશે?


હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે?


યહોવાએ તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.


હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?


“આ દુષ્ટ પ્રજા જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે.


અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યાં નહિ.


ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે અંદરોઅંદર કેમ વિચાર કરો છો?


અને હું તેને તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી ન શક્યા.”


પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો અને તે તેનામાંથી નીકળ્યો, અને છોકરો તે ઘડીથી સાજો થયો.


એ માટે ખેતરનું ઘાસ જે આજે છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે?


અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ.


તે પછી અગિયાર [શિષ્યો] જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયા, તેમણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હ્રદયને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેમના પાછા ઊઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું નહોતું.


પણ તેમણે ક્હ્યું, “ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો.”


તેમણે તેઓને કહ્યું, “ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ!


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમારું સહન કરું? તારા દીકરાને અહીં લાવ.”


પછી તે થોમાને કહે છે, “તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; અને અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.”


તેમણે ચાળીસેક વરસ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.


તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી, તથા બોધ કર્યો, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.”


મારા થોડાઘણા મૂર્ખપણાનું સહન કરો તો સારું, પણ તમે સહન તો કરો છો.


લોકોએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, [તેઓ] યહોવાનાં છોકરાં [રહ્યાં] નથી, [એ] તેઓનું કલંક [છે]. [તેઓ] અડિયલ તથા વાંકી પેઢી છે.


Lean sinn:

Sanasan


Sanasan