Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 16:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનું જોર ચાલશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 16:18
42 Iomraidhean Croise  

તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે.


રાજાએ તેઓને કહ્યું, “તમને જેમ સારું લાગે તેમ હું કરીશ.” અને રાજા દરવાજાની બાજુએ ઊભો રહ્યો, ને સર્વ લોક સો સો ને હજાર હજારની ટુકડીબંધ બહાર નીકળ્યા.


શું મરણદ્વારો તારી આગળ ખુલ્લાં થયાં છે? કે મૃત્યુછાયાના દરવાજા શું તેં જોયા છે?


તેઓના જીવ સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે; અને તેઓ મરણના દ્વાર સુધી આવી પહોંચે છે.


તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે! તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે ત્યારે તેઓ ફજેત થશે નહિ.


મારા નાનપણથી તેઓએ મને બહુ જ દુ:ખ દીધું છે; તોપણ તેઓ મારા પર ફાવ્યા નથી!


ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.


હે યહોવા, મારા પર દયા કરો. મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વેષ કરનારા મને દુ:ખ દે છે તે તમે જુઓ; કે


જ્ઞાન એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે પોતાનું મોઢું ભાગળમાં ઉઘાડતો નથી.


તે માટે ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દઢ પાયાની મૂલ્યવાન કોણશિલા છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ.


અને જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા [થશે] , ને હલ્લો કરનારને દરવાજામાંથી પાછા હઠાડનારના પરાક્રમરૂપ થશે.


“મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીનાં વર્ષો મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે.


તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલુમ કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાના સેનકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, ” એમ યહોવા કહે છે.


હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે બંધ કરી દીધી. તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.


અને તે બાર પ્રેરિતનાં નામ આ છે: પહેલો, સિમોન, જે પિતર કહેવાય છે તે, ને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;


અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.


અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.


અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા, ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછી હતા.


‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.


તે તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું, “તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે (જેનો અર્થ પથ્થર છે).”


અને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્‍ન હતા. વળી પ્રભુ રોજરોજ તારણ પામનારાઓ તેઓની મંડળીમાં ઉમેરતા હતા.


તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.


શાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.


“અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?”


અને જયારે તેઓએ મને કૃપા પ્રાપ્ત થયેલી જોઈ, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ [મંડળીના] થંભ જેવા ગણાતાં હતાં, તે દરેકે મારો તથા બાર્નાબાસનો [પ્રેરિત તરીકે] સત્કાર કર્યો. જેથી અમે વિદેશીઓની પાસે જઈએ, અને તેઓ સુન્‍નતીઓની પાસે જાય.


જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો,


આ મોટો મર્મ છે, પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું.


તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલા છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.


કે જેથી જો મને આવતાં વાર લાગે, તો માણસોએ ઈશ્વરના ઘરમાં [આવતાં] કેવી રીતે વર્તવું, એ તારા જાણવામાં આવે, એ ઘર તો જીવતા ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે.


(કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાંને બરાબર રીતે ચલાવી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે?)


માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે [ઈશ્વરનો] આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ;


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


નગરના કોટના પાયાના બાર [પથ્થર] હતા, અને તેમના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ [હતાં].


Lean sinn:

Sanasan


Sanasan