Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 15:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પણ સ્રીએ કહ્યું, “ખરું, પ્રભુ, કેમ કે કૂતરાં તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 સ્ત્રીએ જવાબ આપ્યો, પ્રભુ, તમારી વાત સાચી, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકના મેજ પરથી પડેલા ટુકડા ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 15:27
24 Iomraidhean Croise  

જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.


તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, ” એવું પ્રભુ યહોવા કહે છે.


હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.


પણ તેમણે ઉત્તર વાળ્યો, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી વાજબી નથી.”


ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ, ” અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ.


એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે.


અને જમાદારે ઉત્તર વાળ્યો, “ઓ પ્રભુ, તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી; પણ તમે માત્ર શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે.


પણ તેણે તેમને ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચે છોકરાંના કકડામાંથી ખાય છે.”


શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.


પણ જકાતદરે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કૂટીને કહ્યું, ‘ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો.’


યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્‍નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેમની સંપત્તિ છે.


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે.


ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે, ‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’


અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો કે, તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.


હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,


Lean sinn:

Sanasan


Sanasan