Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:52 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

52 તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

52 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:52
31 Iomraidhean Croise  

કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈઝરાયલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું.


હું આર્તાહશાસ્તા રાજા નદી પારના સર્વ ખજાનચીઓને આથી હુકમ કરું છું કે, એઝરા યાજક, જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે, તે તમને જે કંઈ કરવાનું કહે તે બનતી તાકીદે તમારે કરવું.


બાબિલથી ત્યાં ગયો. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.


નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે.


જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે; પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.


માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; જ્ઞાનનો ઝરો વહેતી નદી [જેવો છે].


વેંગણીઓ બહેકી રહી છે, અને આપણાં બારણાં પાસે સર્વ પ્રકારનાં નવાં તથા જૂનાં ફળ છે, જે, હે મારા પ્રીતમ, મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.


સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે.


“શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓ તેને કહે છે, “હા”.


અને એમ થયું કે ઈસુ એ દ્દષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ‍ચાલ્યા ગયા.


એ માટે, જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્‍ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાએકને મારી નાખશો, ને વધસ્તંભે જડશો, ને તેઓમાંના કેટલાએકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગરેનગર તેઓની પાછળ લાગશો;


એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.


એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું, ‘હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ. તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે.


હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.


શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા [છીએ]. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા [છીએ]. નાદાર જેવા છતાં સર્વસંપન્‍ન છીએ.


તે વાંચીને તમે ખ્રિસ્તના મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો.


હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,


એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે.


ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે; ગીતો, ‍સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપાસહિત તમારાં હ્રદયોમાં પ્રભુની આગળ ગાઓ.


નવો શિખાઉ નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે.


ઉપદેશ પ્રમાણેનાં વિશ્વાસયોગ્ય વચનોને દઢતાથી વળગી રહેનાર એવો જોઈએ, એ માટે કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન થાય.


Lean sinn:

Sanasan


Sanasan