Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. જ્યાં રડવું ને દાંત પીસવું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 પછી તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવાનું ને દાંત કટકટાવવાનું થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:42
19 Iomraidhean Croise  

પણ જે કોઈ તેઓને અડકે, તે લોઢાથી તથા ભાલાના દાંડાથી સજેલો હોવો જોઈએ. અને તેઓ જ્યાં હોય ત્યાં જ અગ્નિથી છેક બાળી નાખવામાં આવશે.”


તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.


જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેની પૂજા નહિ કરે, તેને તે જ ઘડીએ બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે.”


અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


ત્યારે રાજાએ ચાકરોને કહ્યું, “એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.


પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ.


તેમનું સૂપડું તેમના હાથમાં છે, ને તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે, ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”


પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


જ્યારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા [જોશો] , ત્યારે તમે રડશો તથા દાંત પીસશો.


તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડા નીકળ્યો. અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયાં.


Lean sinn:

Sanasan


Sanasan