Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: હું ઉદાહરણોનો ઉપયોગ કરીને તેમની સાથે વાત કરીશ, અને સૃષ્ટિના સરજનકાળથી જે બાબતો છૂપી છે તે હું જાહેર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “હું મારું મુખ ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, સૃષ્ટિનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે: “હું દૃષ્ટાંતો દ્વારા જ વાત કરીશ; અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:35
24 Iomraidhean Croise  

હું દ્દષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.


હું દ્દષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ; હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે,


જુઓ, અગાઉથી [કહી દેખાડેલી] બિનાઓ થઈ ચૂકી છે, ને નવીની ખબર હું આપું છું; તેઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભળાવું છું.”


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.’


અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણી વાતો કહી : “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો;


અને તેમણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું,


તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે.


હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો.


પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.’


પણ ઈશ્વરનું [જ્ઞાન] , એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ.


તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા,


અને સર્વને સરજનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું બધાંને જણાવું, એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે.


પ્રાચીન કાળમાં પ્રબોધકોદ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા,


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


જે શ્વાપદ તેં જોયું. તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાંઓ જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.


Lean sinn:

Sanasan


Sanasan