Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ઈસુએ તેઓની આગળ બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ આપ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસે ખેતરમાં સારાં બી વાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:24
23 Iomraidhean Croise  

કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ [એ પ્રમાણે તેઓ બોલે છે].


તેથી યહોવાની વાત તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવી થશે; એ માટે કે તેઓ ચાલતાં ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, ને નાસે, ફસાય ને પકડાય.


“હે મનુષ્યપુત્ર, ઉખાણું કહીને ઇઝરાયલ લોકોને એક ર્દ્દષ્ટાંત આપ કે,


“જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.


પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.


તેમણે તેઓની આગળ બીજું એક દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું


તેમણે તેઓને બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્‍ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”


ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે.


વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, ને દરેક જાતનું તેમાં સમેટાયું.


એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા આપવામાં આવે છે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માગ્યો.


કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો રોકવાને મળસકામાં બહાર ગયો.


“એક બીજું દ્દષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો.


“આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું.


તો આકાશના રાજ્યને દશ કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવા માટે બહાર નીકળી.


“પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.


અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.


એ પછી તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે? અને હું તેને શાની ઉપમા આપું?


વળી તેમણે કહ્યું, “હું ઈશ્વરના રાજ્યને શાની ઉપમા આપું?


તે [આશા] વિષે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું.


કેમ કે વિનાશી બીજથી નહિ, પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, તમને નવું જીવન આપવામાં આવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan