Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:22
42 Iomraidhean Croise  

“જે પુરુષે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો તે તે આ રહ્યો.”


જુલમ પર ભરોસો રાખો નહિ, અને લૂંટમાં અભિમાન કરો નહિ; જો ધન વધે, તો તે પર મન લગાડો નહિ.


પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.


જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દષ્ટિ ચોંટાડશે? કેમ કે દ્રવ્ય ગગનમાં ઊડી જનાર ગરૂડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.


માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.


કેમ કે યહૂદિયાના માનસોને તથા યરુશાલેમને યહોવા કહે છે, “તમારી પડતર જમીન ખેડો, ને કાંટામાં ન વાવો.


અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે; આ યુગમાં નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.


અને જે વૈરીએ તે વાવ્યાં તે શેતાન છે. અને કાપણી જગતનો અંત છે. અને કાપનારા દૂતો છે.


એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે.


અને કેટલાંક કાંટાનાં જાળામાં પડ્યાં, ને કાંટાનાં જાળાએ વધીને તેને દાબી નાંખ્યાં.


તેમણે તેઓને કહ્યું, “સાવધાન રહો, અને સર્વ [પ્રકારના] લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.”


જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.”


પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


જે કાંટાઓમાં પડ્યાં તે એ છે કે, જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતાં ચાલતાં સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.


હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડયા,


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?


પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ;


આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત.


કોઈ પોતાને ન ભુલાવે, જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


તેમણે આપણાં પાપને માટે પોતાનું સ્વાપર્ણ કર્યું એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઇચ્છા પ્રમાણે, તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતીઆ ગયો, અને તિતસ દલ્માતીઆ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan