Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ખડકાળ જમીનમાં પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળતાં આનંદથી સ્વીકારી લે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? એ બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારી લે છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:20
17 Iomraidhean Croise  

તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા, ને તેમાંથી યહોવાના મંદિરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોનારૂપાની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાની હૈયાતી સુધી તેઓ યહોવાના મંદિરમાં નિત્ય દહનીયાર્પણો ચઢાવતા હતા.


યોઆશે યહોયાદા યાજકની હયાતીમાં યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.


તેથી રાજાએ યહોયાદા યાજકને તેડાવીને તેને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે યહોવાના સેવક મૂસએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો કર યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તે લેવીઓને કેમ ફરમાવ્યું નથી?”


તોપણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય, ને પોતાના ઈશ્વરના ન્યાય ચૂકાદાને તજનારા ન હોય તે પ્રમાણે, તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે.


“જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.


તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.


કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.


કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો, ને તેની સંભાળ લેતો, ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો.


તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.


સિમોન પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો. અને ચમત્કારો તથા મોટાં પરાક્રમની કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan