Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 કારણ, આ લોકોનાં મન જડ થઈ ગયાં છે, અને તેમના કાન બહેર મારી ગયા છે, અને તેમણે પોતાની આંખો મીંચી દીધી છે. કદાચ, તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને મારી તરફ પાછા ફરે ને હું તેમને સાજા કરું.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે. તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે. કારણ સત્ય જોવું નથી, નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ, પોતાના કાનથી સાંભળે, અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું તેઓને સાજા કરું.’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:15
25 Iomraidhean Croise  

તેઓનું અંત:કરણ સ્થૂળ છે; પણ હું તમારા નિયમમાં આનંદ માનું છું


જે કોઈ પોતાની આંખો મીંચીને વિપરીત યુક્તિઓ રચે છે, અને જે કોઈ પોતાના હોઠ બીડે છે તે હાનિ કરે છે.


તે રાખ ખાય છે, તેના મૂઢ હ્રદયે તેને ભુલાવ્યો છે, તે પોતાનો જીવ બચાવી શકતો નથી, તે એવું કહી શકતો નથી, ‘શું મારા જમણા હાથમાં અસત્ય નથી?’


મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ; વળી હું તેને દોરીશ, અને તેને તથા તેમાંના શોક કરનારાઓને હું દિલાસો આપીશ.


આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.”


હે યહોવા, મને નીરોગી કરો, એટલે હું નીરોગી થઈશ. મારો ઉદ્ધાર કરો, એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારું સ્તોત્ર છો.


હ્રદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે! તેને કોણ જાણી શકે?


હે મારો ત્યાગ કરનાર પુત્રો, તમે ફરો, તમારું પાછું હઠવું હું સુધારીશ.” [તું કહે છે,] “જો અમે તારી તરફ આવ્યા છીએ; કેમ કે તમે યહોવા અમારા ઈશ્વર છો.


તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ.


“તેઓના પાછા હઠવાથી [તેઓ પર જે અપત્તિ આવી છે તેથી] હું તેમને મુક્ત કરીશ, હું ઉદારપણાથી તેમના પર પ્રેમ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે.


પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા.


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ! રખેને તેઓ ફરે, ને તેઓને [પાપની] માફી મળે.”


“જો તેં, હા તેં, [તારી] શાંતિને લગતાં જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલાં છે.


કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે. તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને કદાચ તેઓને આંખે સૂઝે, અને તેઓ કાને સાંભળે, અને મનથી સમજે, અને ફરે, અને હું તેઓને સાજા કરું.’


માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.


પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સામટા ધસી આવ્યા.


તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે.


આ [મેલ્ખીસેદેક] વિષે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો.


એ નદીના બન્‍ને કિનારે જીવનનું ઝાડ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં દર માસે તેને [નવીન] ફળ આવતાં હતાં! વળી તે ઝાડનાં પાદડાં [સર્વ] પ્રજાઓને નીરોગી કરવા માટે હતા.


Lean sinn:

Sanasan


Sanasan