Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:11
40 Iomraidhean Croise  

યહોવાનો મર્મ તેમના ભક્તોની પાસે છે. તેઓને તે પોતાનો કરાર જણાવશે.


કેમ કે યહોવાએ ભર ઊંઘનો આત્મા તમારી પર રેડયો છે, ને તમારી આંખો (એટલે પ્રબોધકો) બંધ કરી છે, ને તમારાં શિર (એટલે દષ્ટાઓ) ઢાંકયાં છે.


આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા લેખના જેવું છે, લોકો જે ભણેલો છે તેને તે આપીને કહે છે, “આ વાંચ, ” તે કહે છે, “હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર કરેલી છે.”


ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને [કોઈ પણ] અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ [તેમાં] ભૂલા પડશે નહિ.


પછી ‍શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું, “તમે તેઓની સાથે દ્દષ્ટાંતોમાં શા માટે બોલો છો?”


અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના પિતાએ તને એ જણાવ્યું છે.


ત્યારે તેમણે તેઓને કહ્યું, “સર્વથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ.


તે તેઓને કહે છે, “તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી.”


પણ મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, ૫ણ જેઓને માટે તે તૈયાર કરેલું છે તેઓને માટે છે.”


અને તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યનો મર્મ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્દષ્ટાંતોમાં અપાય છે;


તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને તો દ્દષ્ટાંતોદ્વારે; એ માટે કે જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.


તેમણે કહ્યું, “મેં એ જ કારણથી તમને કહ્યું હતું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.”


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


તેઓમાં થૂઆતૈરા શહેરની જાંબુડિયા [વસ્‍ત્ર] વેચનારી, લુદિયા નામની એક સ્‍ત્રી હતી, એ ઈશ્વરભક્ત હતી, તેણે અમારું સાંભળ્યું, ત્યારે પ્રભુએ તેનું અંત:કરણ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી.


કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી.


હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે, અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે,


જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.


જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ,


સાંસારિક માનસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.


પણ ઈશ્વરનું [જ્ઞાન] , એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ.


દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોના કારભારીઓ ગણવા.


કેમ કે તને કોણ જુદાં પાડે છે? અને તને પ્રાપ્ત થયું ન હોય એવું તારી પાસે શું છે? પણ જો તે તને પ્રાપ્ત થયું હોય, તો પ્રાપ્ત ન થયું હોય, એમ તું કેમ અભિમાન કરે છે?


અને તમારાં જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે, જેથી તેમના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેમનાં વારસાના મહિમાની સંપત્તિ શી છે,


તેમણે તેમનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્‍નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો


આ મોટો મર્મ છે, પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું.


મારે માટે પણ [માગો] કે, જે સુવાર્તાને લીધે હું સાંકળોથી [બંધાયેલો] એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે.


તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


વિશ્વાસી [ધર્મનો] મર્મ શુદ્ધ અંત:કરણથી માનનાર હોવા જોઈએ.


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan