Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 12:45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્‍થા પહેલીના કરતાં ભૂંડી થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 તેથી તે બહાર જાય છે અને પોતાના કરતાં પણ વધારે ભૂંડા એવા બીજા સાત આત્માઓને પોતાની સાથે લાવે છે અને તેઓ ત્યાં પ્રવેશીને વસવાટ કરે છે. તેથી પેલા માણસની છેલ્લી સ્થિતિ પહેલાંના કરતાં વધારે કફોડી થાય છે. આ જમાનાના દુષ્ટ લોકોની પણ એવી જ દશા થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 પછી તે અશુદ્ધ આત્મા જાય છે અને પોતાના કરતાં વધુ ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને લાવે છે. અને એ બધાજ પેલા માણસમાં પ્રવેશીને રહે છે. આ અગાઉ કરતાં તેની દશા વધારે કફોડી બને છે. આ દુષ્ટ પેઢીના લોકો જે આજે છે તેમની હાલત પણ એવી જ થશે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 12:45
23 Iomraidhean Croise  

અને યાજક તેને તપાસે, ને જુઓ, તે ત્વચા કરતાં ઊડું જણાતું હોય, ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; તેને તો કોઢનો રોગ સમજવો, તે ગૂમડાંના ફાટી નીકળ્યો છે.


પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું, “દુષ્‍ટાત્માઓના સરદાર બાલઝબૂલ [ની મદદ] વગર તે દુષ્ટાત્માઓને કાઢતો નથી.”


ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ, અને જ્યારે તે આવે છે ત્યારે તે ઘરને ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે.


પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.] ”


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય કરવા માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો. અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.


ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો.


અઠવાડિયાના પહેલા દિવસને પ્રભાતે તે પાછા ઊઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢ્યા હતા, તેને તે પહેલા દેખાયા.


અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.”


પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને તેડી લાવે છે, અને તેઓ અંદર આવીને ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાંના કરતાં ભૂંડી થાય છે.”


કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે.


પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.


Lean sinn:

Sanasan


Sanasan