Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 12:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ, અને જ્યારે તે આવે છે ત્યારે તે ઘરને ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 ત્યારે તે કહે છે, ’મેં જે ઘર ત્યજી દીધું હતું ત્યાં જ હું પાછો જઈશ.’ જ્યારે તે પાછો આવે છે, ત્યારે ઘર ખાલી, સાફસૂફ કરેલું અને વ્યવસ્થિત હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 તેથી તે કહે છે, ‘જેના ઘેરથી (વ્યક્તિ) હું નીકળ્યો છું તેના જ ઘરે (વ્યક્તિ) હું પાછો જઈશ.’ તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું ઘર ખાલી સ્વચ્છ અને સુઘડ બનાવેલું છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 12:44
23 Iomraidhean Croise  

કેમ કે પોતાનું મન ભઠ્ઠીની જેમ તૈયાર કરીને તેઓ સંતાઈને તાકી રહ્યા છે. તેઓનો ક્રોધ આખી રાત ઊંઘતો પડી રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની જેમ બળે છે.


વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલવહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટી શકાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.


માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.


પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્‍થા પહેલીના કરતાં ભૂંડી થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.’


જ્યારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલૂમ પડે છે.


હવે ગરીબોને માટે તેને લાગણી હતી એ કારણથી તેણે આમ કહ્યું ન હોતું. પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.


હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં,


અને કોળિયો [લીધા] પછી તરત તેનામાં શેતાન પ્રવેશ્યો. માટે ઈસુ તેને કહે છે “તું જે કરવાનો છે, તે જલદી કર, ”


કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


બાળકો, તમે ઈશ્વરનાં છો, ને તમે તેઓને જીત્યા છે; કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે.


Lean sinn:

Sanasan


Sanasan