Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 11:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ‘આવનાર તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે ઈસુને પૂછયું, આવનાર મસીહ તે તમે જ છો કે પછી અમે બીજા કોઈના આવવાની રાહ જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 11:3
38 Iomraidhean Croise  

અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.


અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપ્યો છે.


તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.


પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે.


એસાવના પર્વતનો ન્યાય કરવાને ઉદ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે. અને રાજ્ય યહોવાનું થશે.”


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિમંતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, ” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


“જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


હું તેને જોઉં છું, પણ હમણાં નહિ; હું તેને નિહાળું છું, પણ સન્‍નિધ નહિ. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દિકરાઓનો નાશ કરશે.


જેના સંબંધી એમ લખેલું છે કે, ‘જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, ’ તે એ જ છે.


ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, તમે જે જે સાંભળો છો ને જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો :


“ સિયોનની દીકરીને એમ કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને [આવે છે].


અને આગળ‍ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્‍ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્‍ના.”


અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું, “હોસાન્‍ના! પ્રભુને નામે જે આવે છે, તેને ધન્ય!


“પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા [થાઓ] !”


તે તેમને કહે છે, “હા, પ્રભુ; મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે તે જ છો.”


ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું, “હોસાન્‍ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તેમને ધન્ય છે!”


તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.


ઈસુ તેને કહે છે, “બાઈ, મારું માન; એવો સમય આવે છે કે જયારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહિ કરશો.


માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું, “જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે ખરેખર આ જ છે.”


પણ લોકોમાંથી ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેઓએ કહ્યું, “ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યા છે તે કરતાં શું તે વધારે કરશે?”


કેમ કે જે આવવાના છે, તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan