Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 11:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો. કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 મારી ઝૂંસરી ઉપાડો અને મારી પાસેથી શીખો. કારણ, હું હૃદયનો દીન અને નમ્ર છું, અને તમારા જીવને આરામ મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 11:29
38 Iomraidhean Croise  

મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી, તો હું તમારા પરની ઝૂંસરીનો ભાર વધારીશ, મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો જેરબંધથી તમને [શિક્ષા કરીશ].’”


હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.


હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી.


તેના માર્ગે સુખચેન જ છે, અને તેના બધા રસ્તામાં શાંતિ છે.


તેમણે તેઓને કહ્યું હતું, “આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; આ તાજગી છે;” પણ તેઓએ સાંભળવા ચાહ્યું નહિ.


વળી યહોવામાં દીનોનો આનંદ વધતો જશે, ને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં હરખાશે.


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો.


તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી; અને વાદળીમાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.”


“ સિયોનની દીકરીને એમ કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને [આવે છે].


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.


જે થયું તે જોવા માટે લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્મા નીકળ્યા હતા તેને તેઓએ [વસ્‍ત્ર] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો. અને તેઓ બીધા.


કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.


જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.


જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું, ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે માટે ઊભો કરશે, ’ તે એ જ છે.


નિયમરહિતોને લાવવા માટે નિયમરહિત જેવો થયો.ઈશ્વર વિષે નિયમરહિત તો નહિ પણ ખ્રિસ્ત વિષે નિયમસહિત.


હવે હું પાઉલ પોતે ખ્રિસ્તની નમ્રતા તથા કોમળતાની ખાતર તમારી આજીજી કરું છું. હું તમારી પાસે હાજર હોઉં છું ત્યારે દીન છું, પણ દૂર હોઉં છું ત્યારે તમારી તરફ હિંમતવાન છું.


અમે વિતંડાવાદોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:


કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.


તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.


“હું તેમનામાં રહું છું, ” એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan