Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 11:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 જે અદ્‌ભૂત કાર્યો કાપરનાહુમમાં કરવામાં આવ્યાં, તે જો સદોમમાં કરવામાં આવ્યાં હોત, તો આજે પણ તેની હયાતી રહી હોત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે? ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 11:23
30 Iomraidhean Croise  

પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા.


પ્રભુએ કોપરૂપી વાદળાંથી સિયોનની દીકરીને કેવી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે, ને પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.


ત્યારે હું તને નીચે નાખી દઈને કબરમાં ઊતરી જનારા, એટલે પ્રાચીન કાળના લોકો, ભેગું કરીશ, ને તને પાતાળમાં પ્રાચીન કાળથી ઉજ્જડ પડેલૌ જગાઓમાં, કબરમાં ઊતરી ગયેલાઓ ભેગું વસાવીશ કે, ફરીથી તારામાં વસતિ ન થાય. અને જીવતાઓની ભૂમિમાં તારું ગૌરવ હું સ્થાપીશ નહિ.


એ માટે કે પાણી પાસેનાં [અને] પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, ને પોતાની ટોચ વાદળ સુધી ન પહોંચાડે, ને તેમના પરાક્રમીઓ પોતાની ગરદન ઊંચી ન કરે; કેમ કે તેઓ [બીજાં] મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને [તથા] અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.


“હે મનુષ્યપુત્ર, મિસરના જનસમૂહને માટે પોક મૂક, ને તેમને, એટલે તેને તથા પ્રખ્યાત પ્રજાઓની પુત્રીઓને, કબરમાં ઊતરનારાઓની સાથે અધોલોકમાં નાખ.


ત્યાં તેની કબરની આસપાસ એલામ તથા તેનો બધો જનસમૂહ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, અને કબરમાં ઊતરી જનારાઓની સાતે લજ્જિત થયા છે.


યહોવા કહે છે, “જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢે, ને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ.


હું તમને ખચીત કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરનાં કરતાં સહેલ થશે.


અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.


અને તેઓ કપર-નાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું, શું તમારો ઉપદેશક [મંદિરના] કરનું નાણું નથી આપતો?”


અને નાઝરેથ મૂકીને ઝબૂલોનની તથા નફતાલીની સીમમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા :


અને ઈસુ કપર-નાહૂમમાં પ્રવેશ્યા, ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી,


વળી, ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે.


કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”


હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા.


તેમણે તેઓને કહ્યું, “આ કહેવત તમે નિશ્ચે મને કહેશો કે વૈદ, તું પોતાને સાજો કર! કપર-નાહૂમમાં કરેલાં જે જે કામો વિષે અમે સાંભળ્યું છે તેવાં કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર.”


કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ.


અને એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિષે કહ્યું કે, ‘તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહે કોહવાણ પણ જોયું નહિ.’


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડાવવામાં આવ્યા, તે નગરના રસ્તામાં તેઓનાં શબ [પડયાં રહે છે.]


સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં, અને મરણે તથા હાડેસે [પણ] પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.


મેં જોયું, તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો. તેના પર જે બેઠેલો હતો તેનું નામ “મરણ” હતું, અને હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું, અને તરવારથી, દુકાળથી, મરણથી, તથા પૃથ્વી પરનાં શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan