Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 “જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:37
15 Iomraidhean Croise  

પણ એ વાત ઇબ્રાહિમની દષ્ટિમાં પોતાના દિકરાને લીધે બહુ માઠી લાગી.


અને જ્યારે કોઈ હજી પણ ભવિષ્ય કહેશે, ત્યારે તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તેને કહેશે, ‘તું જીવતો રહેવાનો નથી, કેમ કે યહોવાને નામે તું જૂઠાં વચનો બોલે છે.’ અને તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તે ભવિષ્ય કહેતો હશે તે વખતે તેને વીંધી નાખશે.


ત્યારે તેમણે તેને કહ્યું, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર.


પછી તે પોતાના‍ ચાકરોને કહે છે, “લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા.


“જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.


પણ જેઓ તે જગતને તથા મૂએલાંમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી અને પરણાવતાં નથી.


પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”


કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો.


તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું, કે મેં તેમને જોયાં નથી; અને તેને પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહિ, અને તેણે પોતાનાં છોકરાંને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતાં આવ્યાં છે, અને તમારો કરાર તેઓ પાળે છે.


તોપણ જેઓએ પોતાનાં વસ્‍ત્રો મલિન કર્યા નથી, એવાં થોડાંક નામ તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઊજળાં વસ્‍ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.


તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ [મારા] રહેઠાણમાં [કરવાની] મેં આજ્ઞા કરી છે, તેને તમે કેમ લાત મારો છો; વળી મારા ઇઝરાયલ લોકનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?


Lean sinn:

Sanasan


Sanasan