Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા પિતાનો જે આત્મા તે તમારામાં બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:20
18 Iomraidhean Croise  

“યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો, અને તેમનું વચન મારી જીભ પર હતું.


તો હવે જા, ને હું તારા મુખ સાથે હોઈશ, ને તારે શું કહેવું તે હું તને શીખવીશ.”


કારણ કે એ બધાં વાનાં વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.


કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’


માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”


કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.”


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


પણ શાઉલે (તે પાઉલ પણ કહેવાય છે) પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકી નજરે જોઈને કહ્યું,


તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.


તેઓ બધા એક મતના ન થયાથી ચાલ્યા ગયા. પણ તે પહેલાં પાઉલે તેઓને એક વાત કહી, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધકદ્વારા તમારા પૂર્વજોને વાજબી કહ્યું કે,


ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું, “ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,


પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.


કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માગો છો; તે તમારા પ્રત્યે અબળ નથી, પણ તમારા પ્રત્યે સમર્થ છે.


તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે ઈશ્વરનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે ઈશ્વરની આભારસ્તુતિ નિરંતર કરીએ છીએ; તે જ [વચન] તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે.


તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા, તે બાબતોની નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.


કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan