Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તે બાર પ્રેરિતનાં નામ આ છે: પહેલો, સિમોન, જે પિતર કહેવાય છે તે, ને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ સિમોન પિતર અને તેનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો પુત્ર યાકોબ અને તેનો ભાઈ યોહાન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 બાર પ્રેરિતોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ સિમોન જે પિતર કહેવાય છે તેનો ભાઈ આંન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ તથા તેનો ભાઈ યોહાન.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:2
44 Iomraidhean Croise  

છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ ગયા.


ત્યારે ઝબદીના દીકરાઓની મા પોતાના દીકરાઓની સાથે તેમની પાસે આવી તથા પગે લાગીને તેમની પાસે કંઈ માગ્‍યું.


અને પિતરને તથા ઝબદીના બન્‍ને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.


અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા, ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછી હતા.


અને ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને, તેઓને પણ તેડ્યા.


અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત તરત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા.


અને જૈતુનના પહાડ પર મંદિરની સામે તે બેઠા હતા, ત્યારે પિતરે તથા યાકૂબે તથા યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,


અને પ્રેરિતો ઈસુની પાસે એકત્ર થાય છે, ને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેઓએ તેમને કહી સંભળાવ્યું.


એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું, ‘હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ. તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે.


વખત થયો ત્યારે તે બેઠા, અને તેમની સાથે બાર પ્રેરિતો પણ બેઠા.


તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, “તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.”


ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગિયા હતા, તેઓને પણ નવાઈ લાગી. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસો પકડનાર થશે.”


પ્રેરિતોએ પાછા આવીને તેઓએ જે જે કર્યું હતું તે તેમને કહી સંભળાવ્યું. પછી તે તેઓને તેડીને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.


ફિલિપ આવીને આન્દ્રિયાને કહે છે; અને આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે.


હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો.


ત્યારે તે દોડીને સિમોન પિતરની પાસે તથા બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેની પાસે જઈને તેઓને કહે છે, “તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી.”


સિમોન પિતર, થોમા (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નાથાનાએલ, ઝબદીના દીકરા, તથા તેમના શિષ્યોમાંના બીજા બે, એકત્ર થયા હતા.


ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે [શિષ્ય] ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો.


જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે. અને તેની સાક્ષી ખરી છે, એ અમે જાણીએ છીએ.


તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછયું, “શું તમે પણ જતા રહેવા ચાહો છો?”


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમ બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શેતાન છે.”


તેમણે તો સિમોનના [દીકરા] યહૂદા ઇશ્કરિયોત વિષે તે કહ્યું; કેમ કે એ, બારમાંનો એક છતાં, તેમને પરસ્વાધીન કરનાર હતો.


તેમના શિષ્યોમાંનો એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે,


ત્યાં આવ્યા પછી જે મેડી [પર] તેઓ રહેતા, ત્યાં તેઓ ઉપર ગયા; એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ તથા થોમા, બાર્થોલ્મી તથા માથ્થી, અલ્ફીનો [દીકરો] યાકૂબ તથા સિમોન ઝલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.


પછી તેઓએ તેઓને માટે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથ્થીયસના [નામની] ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.


તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.


પ્રાર્થનાના સમયે, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન મંદિરમાં જતા હતા.


ત્યાર પછી તેમણે યાકૂબને દર્શન આપ્યું. પછી સર્વ પ્રેરિતોને [દર્શન આપ્યું].


વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્‍નતિ કરવાને માટે,


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


ઈશ્વર પિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા માટે, અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા માટે, પસંદ કરવામાં આવેલા,


આપણા ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિતર:


પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકો પ્રતિ લખનાર વડીલ:


જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસ પ્રતિ લખનાર વડીલ.


ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.


હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, ઈશ્વરના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ નામે બેટમાં હતો.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી, તેને વંદન કરવાને હું પગે પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan