Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:16
25 Iomraidhean Croise  

હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્‍ત્રીને કહ્યું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?”


અને યહોવા ઈશ્વરે સ્‍ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું છે?” અને સ્‍ત્રીએ કહ્યું, “સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.”


તેથી મેં કોટની પાછળ સૌથી નીચલા ભાગોની ખુલ્લી જગાઓમાં લોકોને તેઓનાં કુટુંબો પ્રમાણે, તરવારો, ભાલા તથા ધનુષ્યો ધારણ કરાવીને બેસાડ્યા.


પણ અહીકામના પુત્ર ગદાલ્યાએ કારેઆના પુત્ર યોહાનાનને કહ્યું, “તું આ કામ કરીશ નહિ; કેમ કે તું ઇશ્માએલ વિષે ખોટું બોલે છે.”


એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે, તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશૂરની પાસે જાય છે.


જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.


તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ‍ચાકર કોણ છે?


અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી.


પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું.


પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર વાળ્યો, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને માટે વેચાતું લો.’


ચાલ્યા જાઓ; જુઓ, હું તમને વરુઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા મોકલું છું.


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


અને એમાં કંઈ આશ્વર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.


પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે [તજીને] તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.


આ દાનનો અમે વહીવટ કરીએ છીએ, તે વિષે કોઈ અમારા પર દોષ ન મૂકે, તે બાબત અમે સંભાળ રાખીએ છીએ.


કે, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક છોકરાં, જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જયોતિઓ પ્રકાશે છે એમ તમે તેઓમાં પ્રકાશો.


તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.


જેઓ બહાર છે તેઓની સાથે ડહાપણથી વર્તો. સમયનો સદુપયોગ કરો.


તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે.


દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan