Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મુસાફરીને માટે ઝોળી અથવા બે પહેરણ અથવા જોડા, અથવા લાકડી પણ ન લો. કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:10
12 Iomraidhean Croise  

અને તમે તથા તમારાં કુટુંબો કોઈ પણ જગામાં તે ખાઓ; કેમ કે મુલાકાતમંડપમાં કરેલી તમારી જે સેવા તેનો બદલો તે છે.


અને જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ને ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.


અને તેઓને ફરમાવ્યું કે, માર્ગને માટે કેવળ એક લાકડી વિના બીજું કઈ લેવું નહિ:રોટલી નહિ, થેલી નહિ, તમારા કમરબંધમાં નાણું નહિ.


તેણે તેઓને કહ્યું, “જેની પાસે બે પહેરણ હોય તે જેની પાસે એકે નથી તેને એક આપે, જેની પાસે ખાવાનું હોય, તે પણ એમ જ કરે.


તેમણે તેઓને કહ્યું, “મુસાફરીને માટે તમે કંઈ પણ લેતા ના, લાકડી નહિ, થેલી નહિ, રોટલી નહિ, કે નાણું પણ નહિ; વળી બબ્બે પહેરણ રાખશો નહિ.


જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો છે તે, અને પુસ્‍તકો પણ વિશેષે કરીને ચર્મપત્રો, આવતી વખતે સાથે લેતો આવજે.


અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી, ને પોતાને માટે નાળામાંથી પાંચ સુંવાળા પથરા વીણી લીધા, ને તેની પાસે એક ઝોળી એટલે ભરવાડની થેલી હતી, તેમાં તે મૂક્યા; તેની ગોફણ તેના હાથમાં હતી. પછી પલિસ્તી તરફ તે ચાલ્યો.


ત્યારે શાઉલે પોતના ચાકરને કહ્યું, “પણ જો આપણે જઈએ, તો તે માણસને [ભેટ] આપવા આપણે શું લઈ જઈએ? કેમ કે આપણાં પાત્રોમાં રોટલી થઈ રહી છે, ને ઈશ્વરભક્તને ભેટ આપવા માટે કંઈ રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે?”


Lean sinn:

Sanasan


Sanasan