Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 1:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 1:20
38 Iomraidhean Croise  

અને ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, ” અને મેં કહ્યું, “હું આ રહ્યો.”


અને ઈશ્વરે કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું; મિસરમાં જતાં બીશ નહિ; કેમ કે ત્યાં હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્‍ન કરીશ.


એલિયાએ તેમને કહ્યું, “બીશો નહિ, જઈને તમારા કહેવા પ્રમાણે કરો. તોપણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો, પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો.


ગિબ્યોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું. અને ઈશ્વરે કહ્યું, “માગ, હું તને શું આપું?”


હું તમારો સેવક છું. મને બુદ્ધિ આપો; જેથી હું તમારાં સાક્ષ્યો સમજું.


મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.


મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.


નેકીવાનોના વિચાર વાજબી હોય છે; પણ દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે.


દઢ મનવાળાને તમે શાંત જ રાખશો; કેમ કે તેનો ભરોસો તમારા પર છે.


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


હે ન્યાયપણું જાણનારા, અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો; માણસની નિંદાથી બીશો નહિ, ને તેઓનાં મહેણાંથી ડરશો નહિ.


પછી યશાયાએ કહ્યું, “હે દાઉદના વંશજો, સાંભળજો. માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે, તમે મારા ઈશ્વરને પણ કાયર કરવા માગો છો?


દાઉદના વંશના રાજકર્તાને ખબર મળી કે, અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન તથા તેના લોકોનાં મન જેમ વનનાં ઝાડ પવનથી કંપે છે તેમ ગભરાયાં.


હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”


તો જ હું યાકૂબના તથા મારા સેવક દાઉદના સંતાનનો એટલે સુધી ત્યાગ કરીશ કે હું તેના સંતાનમાંથી ઇબ્રાહીમ, ઇસહાક તથા યાકૂબના સંતાન પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહી, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેમના પર દયા કરીશ.”


શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાએ તેઓની તથા તેઓના માણસોની સમક્ષ સમ ખાઈને કહ્યું, “ખાલદીઓની સેવા કરતાં બીહો નહિ. આ દેશમાં રહીને બાબિલના રાજાની સેવા કરો. તેથી તમારું ભલું થશે.


ત્યાર પછી એવું થશે કે, હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ.


અને હેરોદ પાસે પાછા જવું નહિ, એમ સ્વપ્નમાં ‍ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.


અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું, “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે; કેમ કે બાળકને મારી નાખવા માટે હેરોદ તેની‍ શોધ કરવાનો છે.”


અને હેરોદના મૃત્યુ પછી, જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું,


પણ આર્ખિલાઉસ તેના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતાં બીધો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો.


અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્‍ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.”


ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.


દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે.


અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,


પણ રાત્રે પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું,


આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.


યહોવાના દૂતે તે સ્‍ત્રીને દર્શન આપીને કહ્યું, “હવે જો, તું નિ:સંતાન છે તને સંતાન થતાં નથી; પણ હવે તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે.


Lean sinn:

Sanasan


Sanasan