માલાખી 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલ્યા છો, ને તે પાળ્યા નથી. મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો ફરી, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “પણ તમે પૂછો છો કે, શી બાબતમાં અમે પાછા ફરીએ? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તમારા પૂર્વજોની જેમ તમે પણ મારા નિયમોથી ભટકી ગયા છો અને તેમનું પાલન કર્યું નથી. મારી તરફ પાછા ફરો, એટલે હું તમારા તરફ ફરીશ. પણ તમે પૂછો છો, ‘તમારી તરફ ફરવા માટે અમારે શું કરવું?’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમારા પિતૃઓના સમયથી તમે મારા વિધિઓથી દૂર ફર્યા છો અને તેઓને પાળ્યા નથી. મારી પાસે પાછા આવો, અને હું તમારી પાસે પાછો આવીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “પણ તમે કહો છો, ‘અમે કેવી રીતે પાછા ફરીએ?’” Faic an caibideilપવિત્ર બાઈબલ7 તમારા પિતૃઓના સમયથી મારા નિયમોની ઉપેક્ષા કરી છે. મારી પાસે પાછા આવો, હું તમારી પાસે પાછો આવીશ. “પણ તમે કહેશો, ‘અમે તમારી પાસે પાછા કેવી રીતે આવીએ?’ Faic an caibideil |
પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.
પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.