Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે જેમ પ્રાચીન કાળમાં તથા અસલનાં વર્ષોમાં યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણ [પસંદ પડતાં હતાં] , તેમ તેઓ યહોવાને પસંદ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ત્યારે તો, જેમ ભૂતકાળમાં હતું તેમ, યહૂદિયા અને યરુશાલેમના લોકો જે અર્પણો લાવશે તે પ્રભુને પ્રસન્‍ન કરનારાં હશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે પ્રાચીન કાળનાં વર્ષો તથા જૂના દિવસોની જેમ યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણો યહોવાહને પસંદ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ફરી એક વાર યહોવા યહૂદા અને યરૂશાલેમના લોકો દ્વારા ચઢાવેલાં અર્પણો ઘણા સમય પહેલાની જેમ આનંદથી સ્વીકારશે.”

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 3:4
22 Iomraidhean Croise  

જ્યારે ઈશ્વરે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંનું બલિદાન આપ્યું.


ત્યાં દાઉદે યહોવાને માટે વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવ્યાં, ને યહોવાને વિનંતી કરી. યહોવાએ દહનીયાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.


તેથી મુલાકાતમંડપ આગળની પિત્તળની જે વેદી યહોવાની સમક્ષ હતી તેની પાસે સુલેમાન ગયો, ને તેના પર તેણે એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.


ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.


ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.


તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે.


યહોવા કહે છે કે, હું સિયોનમાં પાછો આવ્યો છું, ને હું યરુશાલેમમાં રહીશ. યરુશાલેમ સત્યનું નગર કહેવાશે. તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


Lean sinn:

Sanasan


Sanasan