Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ; હા, દુરાચારીઓ આબાદ થતા જાય છે; હા, તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, છતાં તેઓ બચી જાય છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને હવે અમે ઘમંડી લોકોને આશીર્વાદિત કહીએ છીએ. દુરાચારીઓ ફક્ત આબાદ થતાં નથી, પણ તેઓ, ઈશ્વરને પારખે છે અને બચી જાય છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હવે અમને લાગે છે કે ઉદ્ધત લોકો જ સુખી છે, બૂરાં કામ કરનાર લહેર કરે છે. એટલું જ નહિ, તેઓ દેવને કસોટીએ ચડાવે છે અને છતાં તેમને કશું થતું નથી!”

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 3:15
37 Iomraidhean Croise  

તેમ છતાં હામાન ગમ ખાઈને ઘેર આવ્યો. તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની પત્ની ઝેરેશને બોલાવ્યાં.


એ બધામાં અયૂબે પાપ કર્યું નહિ, અને ઈશ્વરને દોષ આપ્યો નહિ.


લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.


ભૂંડો માણસ વિપત્તિના દિવસોથી બચી જાય છે? અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?


જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે, તો તું સ્થિર થશે; અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે [તો તું સ્થિર થશે].


કેમ કે દુષ્ટ પોતાના અંત:કરણની ઇચ્છા [ની તૃપ્તિ થતાં] અભિમાન કરે છે, અને લોભી તો યહોવાને માનતો નથી, હા, તેમની નિંદા કરે છે.


પણ અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી, અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી.


અન્યાય કરનારાની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા અંત:કરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો, અને તેઓના મિષ્ટાન્‍નમાંથી મને ખાવા ન દો.


જ્યારે તે જીવતો હતો ત્યારે તે પોતાના આત્માને ધન્યવાદ આપતો હતો; અને તું તારું પોતાનું ભલું કરે છે ત્યારે માણસો તારાં વખાણ કરે છે.


ના, તમે મનમાં ભૂંડાઈ યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો


જુઓ, દુષ્ટો તો એવા છે; અને હંમેશાં શાંતિમાં રહીને તેઓ ધન વધાર્યા જાય છે.


કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.


પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હ્રદયથી ઈશ્વરની પરીક્ષા કરી


તેઓએ પાછા હઠીને ઈશ્વરની પરીક્ષા કરી, અને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને માઠું લગાડ્યું.


તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની પરીક્ષા કરીને તેમની સામે બળવો ઉઠાવ્યો. અને તેમનાં સાક્ષ્યો પાળ્યાં નહિ;


તમારા પિતૃઓએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારાં હ્રદયોને કઠણ ન કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.


દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે; પણ સદાચારીનું મૂળ તો ફળદ્રુપ છે.


પૃથ્વી પર એવી એક વ્યર્થતા છે કે, કેટલાક નેક માણસોને દુષ્ટના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે; વળી કેટલાક દુષ્ટ માણસોને નેકીવાનોના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે; મેં કહ્યું કે, એ પણ વ્યર્થતા છે.


તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?


આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તેમાં તમે પેસશો, ને મારી આગળ ઊભા રહીને કહેશો, ‘આ સર્વ ધિક્કારપાત્ર કામો કરવાની અમને છૂટ છે?’


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


હવે હું નબૂખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમને મોટા માનું છું, ને તેમનું સન્માન કરું છું; કેમ કે તેમનાં સર્વ કામો સત્ય, ને તેમના માર્ગો ન્યાયી છે. અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે.”


ત્યારે રાજાએ હુકમ કર્યો, ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “તારો ઈશ્વર જેની તું હમેશા ઉપાસના કરે છે, તે તને છોડાવશે.”


તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે. તોપણ તમે પૂછો છો, “શી રોતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે રાજી થાય છે; અથવા ઈનસાફો ઈશ્વર ક્યાં છે?” એમ કહીને તમે તેમને [કંટાલો ઉપજાવ્યો છે].


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


પછી ઠરાવેલે દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.


ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્‍નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દાટનારાઓનાં પગલાં બારણે આવી પહોંચ્યાં છે, અને તેઓ તને પણ લઈ જશે.”


વળી જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું, અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેમનું પરીક્ષણ કરીએ નહિ.


ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું, અને ચાળીસ વરસ સુધી મારાં કામ જોયાં.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan