Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 “વળી તમારી ખાતર હું ખાઈ જનારને ધમકાવીશ, અને તે તમારી જમીનની ઊપજનો નાશ કરશે નહિ. અને ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ અકાળે ખરી પડશે નહિ, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હું જીવજંતુઓને તમારો પાક ખાવા દઈશ નહિ અને તમારા દ્રાક્ષવેલા દ્રાક્ષથી લચી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હું તીડોને મનાઇ કરીશ, જેથી તેઓ તમારાં ખેતરના પાકને ખાઇ ન જાય અને તમારા દ્રાક્ષના વેલા ફળ્યા વગર ન રહે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 3:11
15 Iomraidhean Croise  

યહોવા કહે છે, “હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; દ્રાક્ષાવેલા પર કંઈ દ્રાક્ષા થશે નહિ, ને અંજીરીને અંજીર લાગશે નહિ, ને પાંદડાં ચીમળાશે; મેં તેઓને જે આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.”


યહોવા કહે છે, “તે દિવસે હું જવાબ આપીશ, હું આકાશોને જવાબ આપીશ, ને તેઓ પૃથ્વીને જવાબ આપશે.


દ્રાક્ષાવેલા સુકાઈ ગયા છે, ને અંજીરી ચીમળાઈ ગઈ છે. દાડમડી તથા ખજૂરી પણ, તેમ જે સફરજનવૃક્ષ અને સીમનાં બધાં વૃક્ષ સુકાઈ ગયાં છે; કેમ કે માણસોમાંથી હર્ષનો લોપ થઈ ગયો છે.


જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં છે; અને તીડોએ રહેવા દીધેલું કાતરાઓ ખાઈ ગયા છે; અને અને કાતરાઓએ રહેવા દીધેલું ઇયળો ખાઈ ગઈ છે.


તેણે મારો દ્રાક્ષાવેલો બરબાદ કર્યો છે, ને મારી અંજીરી છોલી નાખી છે; તેણે તેને છેક બોડી કરીને તેને પાડી નાખી છે. તેની ડાળીઓને ધોળી કરી નાખી છે.


પણ હું ઉત્તરના સૈન્ય ને તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ, ને હું તેને ઉજ્જડ તથા વેરાન દેશમાં હાંકી કાઢીશ, એટલે તેના આગલા ભાગને પૂર્વ સમુદ્ર તરફ, ને તેના પાછલા ભાગને પશ્ચિમ સમુદ્ર તરફ [કાઢી મૂકીશ] ; તેની દુર્ગધ ઊડશે, ને તેની બદબો ઊંચી ચઢશે, કેમ કે તેણે મોટા કાર્યો કર્યાં છે.


હે વનચર પશુઓ, તમે બીશો નહિ, કેમ કે વનમાંના ચારાઓ ફીટી નીકળે છે, વૃક્ષનોને ફળ આવ્યાં છે, અંજીરીઓને તથા દ્રાક્ષાવેલાઓને સારો ફાલ આવ્યો છે.


તીડો, કાતરાઓ, ઇયળો તથા જીવડાંઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વરસો [નો પાક] ખાઈ ગયાં છે, તેનો બદલો હું તમને વાળી આપીશ.


હું તમારા પર લૂની તથા ગેરવાની આફત લાવ્યો; તમારાં સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈતવૃક્ષોને જીવડાં ખાઈ ગયાં છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


જો કે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતૂનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે, ને કોડમાં કંઈ ઢોરઢાંક રહે નહિ:


વળી ભૂમિ પર, પર્વતો પર, અનાજ પર, દ્રાક્ષારસ પર, તેલ પર, જમીનની નીપજ પર, માણસો પર, ઢોરઢાંક પર, તારા હાથોની સર્વ મહેનત પર સુકવણું [પડે એવી] મેં આજ્ઞા કરી છે.”


તમારા હાથોનાં સર્વ કામોમાં મેં તમને લૂથી, મસીથી તથા કરાથી શિક્ષા કરી, તોપણ, ” યહોવા કહે છે, “તમે મારી તરફ ફર્યા નહિ.


કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકોમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ.


હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ૠતુ પ્રમાણે મોકલીશ, એ માટે કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષારસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે.


Lean sinn:

Sanasan


Sanasan