Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શું આપણ સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યાં નથી? તો શા માટે આપણે સર્વ આપણા ભાઈઓ સાથે કપટથી વર્તીને આપણા પૂર્વજોના કરારનો ભંગ કરીએ છીએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્‍ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે અવિશ્વાસુ રહીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 શું આપણા સર્વના પિતા એક જ નથી? શું એક જ દેવે આપણું સર્જન કર્યું નથી? તો પછી આપણા પિતૃઓના કરારનો ભંગ કરીને આપણે આ રીતે શા માટે એકબીજાનો વિશ્વાસઘાત કરીએ છીએ?

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:10
50 Iomraidhean Croise  

“હે મારા ઈશ્વર, તેઓનું સ્મરણ કરો, કેમ કે તેઓએ યાજકપદને તથા યાજકપદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યા છે.”


જેમણે મને ગર્ભસ્થાનમાં બનાવ્યો, તેમણે જ શું તેને પણ બનાવ્યો નથી? અને એક જ [ઈશ્ચરે] અમને બેઉને ગર્ભસ્થાનમાં ઘડયા નથી?


યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.


મેં મિસરીઓને જે વિતાડયું, તથા કેવી રીતે હું તમને ગરૂડની પાંખો ઉપર ઊંચકીને મારી પાસે લાવ્યો તે તમે જોયું છે.


તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.


પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કહી સંભળાવ્યાં; અને બધા લોકે એકે અવાજે ઉત્તર આપ્યો, “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.”


અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતાં વાંચ્યું; અને લઈને લોકોના સાંભળતા વાંચ્યું; અને તેઓએ કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું.”


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


હું યહોવા, તમારો પવિત્ર [ઈશ્વર] , ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.


જે સર્વને મરું નામ આપેલું છે, ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે તેને લાવ; મેં તેને બનાવ્યો; હા, મેં તેને પેદા કર્યો છે.’


તારો કર્તા, ગર્ભસ્થાનથી તારો બનાવનાર, તને સહાય કરનાર યહોવા એવું કહે છે કે, હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ.


તમારા પિતા ઇબ્રાહિમને ને તમારી જનેતા સારાને નિહાળો! તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.


જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી, ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો; હે યહોવા, તમે અમારા પિતા છો; પ્રાચીનકાળથી અમારો ‘ઉદ્ધાર કરનાર’ એ જ તમારું નામ છે.


કોઈ તમારે નામે વિનંતી કરતો નથી, કોઈ તમને ગ્રહણ કરવા માટે જાગૃત થતો નથી; કેમ કે તમે તમારું મુખ અમારી તરફથી ફેરવ્યું છે, ને અમારા અપરાધોને લીધે અમને પાણી પાણી કરી નાખ્યા છે.


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.


તેઓ રડતાંકકળતાં ને વિનંતીઓ કરતાં આવશે, ને હું તેઓને દોરીશ; અને ઠોકર નહિ વાગે એવા સીધા માર્ગમાં હું તેઓને પાણીનાં નાળાંઓ પાસે ચલાવીશ; કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, ને એફ્રાઈમ મારો જ્યેષ્ઠ પુત્ર છે.


“હે મનુષ્યપુત્ર, જેઓ ઇઝરાયલ દેશમાં ઉજ્જડ ઠેકાણાંમાં વસેલા છે તેઓ કહે છે કે, ‘ઇબ્રાહિમ એકલો હતો, ત્યારે તેને દેશનો વારસો મળ્યો હતો, પણ અમે તો ઘણા છીએ, અમને દેશ વારસામાં આપવામાં આવ્યો છે.’


હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના [ઇશ્વર] યહોવા તમને પૂછે છે, ‘પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે. ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન કયાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?’ તમે પૂછો છો, ‘કઇ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે?’


યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.


પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.


પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.


અને તમારા મનમાં એમ ન વિચારો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાન ઉત્પન્‍ન કરી શકે છે.


એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ ખાધા તે.


તો પસ્તાવો [કરનારને] શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડશો કે ઇબ્રાહિમ અમારા પિતા છે; કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને માટે વંશ ઉત્પન્‍ન કરી શકે છે.


તેઓએ ઉત્તર આપ્યો, “ઇબ્રાહિમ અમારો પિતા છે.” ઈસુ તેઓને કહે છે, “જો તમે ઇબ્રાહિમના સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામ કરો.


તમે તમારા પિતાનાં કામ કરો છો.” તેઓએ તેમને કહ્યું, “અમે વ્યભિચારથી જન્મ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.”


શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છે? તે તો મરણ પામ્યા છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?”


તમારા પિતા ઇબ્રાહિમ મારો સમય જોવા [ની આશાથી] હર્ષ પામ્યા; ને તે જોઈને તેમને આનંદ થયો.”


જે ઈશ્વરે જગત તથા તેમાંનું બધું ઉત્પન્‍ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી;


તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, ‍ શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.


તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.


[સ્તેફને] કહ્યું, “ભાઈઓ, તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને


તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે વખતે તે તેઓની પાસે આવ્યો, અને તેમની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી તેણે કહ્યું, “ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?”


તો મનુષ્યદેહે આપણ પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું તે વિષે આપણે શું કહીએ?


માત્ર એટલું જ નહિ; પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પૂર્વજ ઇસહાકથી ગર્ભ ધર્યો,


તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.


એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.


એક ઈશ્વર એટલે સર્વના પિતા, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે.


અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામનો બદલો લેનાર છે, તે બાબત અમે અગાઉ પણ તમને કહ્યું હતું, ને પ્રમાણ આપ્યું હતું.


વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?


મેં તમારા પિતૃ ઇબ્રાહિમને નદીની પેલી બાજુથી લાવીને તેને આખા કનાન દેશમાં ફેરવ્યો, ને તેનાં સંતાન વધાર્યાં ને તેને ઇસહાક આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan