Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 “તો હવે કૃપા કરી ઈશ્વરની મહેરબાનીને માટે વિનંતી કરો કે, તે આપણા પર કૃપા રાખે. તમારા હાથથી એવું થયું છે. તો શું તે તમારામાના કોઈનો પણ સત્કાર કરશે?” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે :

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હવે હે યજ્ઞકારો, પ્રભુ આપણા પ્રત્યે ભલાઈ દર્શાવે તેવી વિનંતી કરી જુઓ. તે તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર નહિ આપે, અને તેમાં વાંક તમારો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. “પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “તમે યાજકો યહોવાને રીઝવવાનો પ્રયત્ન તો કરી જુઓ! તમે કહો છો, યહોવા, અમારા પર દયા કરો; કૃપા કરો. પણ તમે આવાં જ અર્પણો લાવો પછી શા માટે તે તમારા પ્રત્યે ભલાઇ બતાવે?” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:9
15 Iomraidhean Croise  

પછી લેવી યાજકોએ ઊઠીને લોકને મોટેથી આશીર્વાદ આપ્યો. અને તેઓની વાણી તથા પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં, એટલે આકાશમાં, સાંભળવામાં આવી.


અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરીને કહ્યું, “હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?


ત્યારે યહૂદિયાના રાજા હિઝકિયાએ તથા આખા યહૂદિયાએ તેને મારી નાખ્યો હતો કે? શું તે યહોવાથી બીધો નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાને વિનંતી કરી નહોતી? ત્યારે યહોવા તેઓના ઉપર જે વિપત્તિ પાડવાને બોલ્યા હતા, તે વિષે તેમણે પશ્ચાતાપ કર્યો. પણ [જો આપણે યર્મિયાને મોતની સજાને લાયક ઠરાવીએ તો] આપણે આપણા પોતાના જીવોની મોટી હાનિ કરનારા થઈશું.


પણ જો તેઓ [સાચા] પ્રબોધકો હોય, ને જો યહોવાનું વચન તેઓની પાસે [આવ્યું] હોય, તો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં જે પાત્રો બાકી રહેલાં છે, તેઓ બાબિલમાં ન લઈ જવાય માટે, તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાને વિનંતી કરવી.


તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી [પ્રાર્થના કર]. પ્રભુની સમક્ષ તારું હ્રદય પાણીની જેમ રેડ. તારાં જે બાળકો સર્વ મહોલ્‍લાઓનાં નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ [ના બચાવ] ને માટે તારા હાથ પ્રભુની તરફ ઊંચા કર.


તોપણ, યહોવા કહે છે, “અત્યારે તમે તમારા ખરા અંત:કરણથી, તથા ઉપવાસ, રુદન, અને વિલાપસહિત મારી પાસે પાછા આવો.


યાજકો, એટલે યહોવાના સેવકો, પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે, ‘હે યહોવા, તમારા લોકોને દરગુજર કરો, અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તમારો વારસો નિંદાપાત્ર થાય, એવું થવા ન દો.’ લોકોમાં એવું શા માટે કહેવાય કે, ‘તેઓનો ઈશ્વર ક્યાં છે?’


જો કે તમે તમારાં દહનીયાર્પણો તથા ખદ્યાર્પણો ચઢાવવા માંડશો, તોપણ હું તેમને સ્વીકારીશ નહિ; અને તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યાર્પણોને પણ હું ગણકારીશ નહિ.


આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે.


કેમ કે ઈશ્વરની પાસે પક્ષપાત નથી.


અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો.


Lean sinn:

Sanasan


Sanasan