Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 8:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી બીજાં સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં, અને તેને સોગણું ફળ આવ્યું.” એ વાતો કહેતાં તેમણે મોટેથી કહ્યું, “જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પરંતુ, કેટલાંક બી સારી જમીનમાં પડયાં; છોડ ઊગ્યા અને સારાં ફળ આવ્યાં, દરેક બીમાંથી સોગણા દાણા પાક્યા.” ઈસુએ કહ્યું, “તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. આ બી ઊગ્યાં અને તેમાંથી 100 ગણા દાણા પાક્યાં.” ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 8:8
25 Iomraidhean Croise  

અને ઇસહાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે સોગણું પામ્યો; અને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો.


સાંભળતો કાન અને દેખતી આંખ, બન્‍નેને યહોવાએ બનાવ્યાં છે.


શું જ્ઞાન હાંક મારતું નથી, અને બુદ્ધિ બૂમ પાડતી નથી?


તમે કાન દઈને સાંભળો. અભિમાની ન થાઓ, કેમ કે યહોવા બોલ્યો છે.


વળી યહોવાએ પ્રાત:કાળે ઊઠીને પોતાના સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને, તમારી પાસે મોકલ્યા, પણ તમે [તેઓનું] સાંભળ્યું નહિ, ને સાંભળવાને કાન ધર્યો નહિ.


જેને સાંભળવાને કાન છે તે સાંભળે.


અને સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, ને તેને નક્કી ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”


અને જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે, ને ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપે છે.”


જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું.”


અને બીજાં સારી જમીનમાં પડ્યાં; અને તેણે ઊગનારું તથા વધનારું ફળ આપ્યું; ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.”


[જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે.] ”


જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી. પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”


સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે, ને ધીરજથી ફળ આપે છે.


બીજાં કાંટાઓમાં પડ્યાં; કાંટાઓએ તેની સાથે ઊગીને તેને દાબી નાખ્યાં.


કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.


જો કોઈને કાન હોય તો તે સાંભળે.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુ:ખ [ભોગવવું] પડશે નહિ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


Lean sinn:

Sanasan


Sanasan