Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 8:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિથી જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

48 ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને કારણે તું સાજી થઈ છે. શાંતિથી જા.” ઈસુ બોલતા હતા એવામાં અધિકારીના ઘેરથી એક માણસ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 8:48
15 Iomraidhean Croise  

અને એલિશાએ તેને કહ્યું, “શાંતિએ જા.” માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો.


અને મૂસા ત્યાંથી નીકળીને તેના સસરા યિથ્રોની પાસે પાછો આવ્યો, ને તેણે તેને કહ્યું, “મિસરમાં રહેનારા મારા ભાઈઓ હજી સુધી જીવે છે કે નહિ તે જોવા માટે કૃપા કરીને મને તેમની પાસે જવા દો.”અને યિથ્રોએ મૂસાને કહ્યું, “શાંતિથી જા.”


જ્યાં સુધી ન્યાયીકરણને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નાખશે નહિ, ને ધૂંઆતું શણ ૫ણ તે નહિ હોલવશે.


અને ઈસુએ તે જમાદારને કહ્યું, “જા, જેવો તેં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાઓ.” અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો.


અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.”


ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું, “દીકરી, હિમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે, ” અને તે સ્‍ત્રી તે જ ઘડીથી સાજી થઈ.


અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”


તેમણે તેને કહ્યું, “ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.”


ઈસુએ તેને કહ્યું, “તું દેખતો થા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.”


પછી તેમણે તે‍ સ્‍ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.”


જ્યારે તે સ્‍ત્રીએ જાણ્યું, ‘હું ગુપ્ત રહી નથી, ’ ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમના પગ આગળ પડીને શા કારણથી તે તેમને અડકી હતી, અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ તેમને કહી સંભળાવ્યું.


તે પાઉલને બોલતો સાંભળતો હતો. અને [પાઉલે] તેની તરફ એકી નજરે જોઈ રહીને, તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,


અને તમારો પિતા થઈશ, અને તમો મારાં દીકરાદીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”


કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ, કેમ કે જેઓએ [ધ્યાન દઈને] સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહિ.


ત્યારે એલીએ ઉત્તર આપ્યો, “શાંતિએ જા; તે ઇઝરાયલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે, તે તે સાર્થક કરો.”


Lean sinn:

Sanasan


Sanasan