Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 8:47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 જ્યારે તે સ્‍ત્રીએ જાણ્યું, ‘હું ગુપ્ત રહી નથી, ’ ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમના પગ આગળ પડીને શા કારણથી તે તેમને અડકી હતી, અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ તેમને કહી સંભળાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

47 સ્ત્રીએ જોયું કે તે પકડાઈ ગઈ છે, તેથી તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને ઈસુને ચરણે નમી પડી. તે તેમને શા માટે અડકી હતી અને પોતે કેવી રીતે તરત જ સાજી થઈ ગઈ તે અંગે ત્યાં બધાની સમક્ષ તેણે ઈસુને બધું કહી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 8:47
18 Iomraidhean Croise  

ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.


હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો; અને મારો વિલાપ તમને અજાણ્યો નથી;


હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ સાંભળો, એટલે તેમણે મારા આત્માને માટે જે જે કર્યું છે, તે હું કહી સંભળાવીશ.


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી! તે ઇઝરાયલમાં સન્માન પામતો; પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે માર્યો ગયો.


હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇઝરાયલ મારાથી અજાણ્યો નથી; કેમ કે હે એફ્રાઈમ, તેં તો વ્યભિચાર કર્યો છે, [ને] ઇઝરાયલ વટળ્યો છે.


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


ત્યારે તેઓ બીક તથા હર્ખસહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ.


અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહને તથા ધ્રૂજીને આવી, ને તેમની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું.


પણ ઈસુએ તેઓને કહ્યું, “કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.”


તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિથી જા.”


ત્યારે દીવો મંગાવીને તે અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડયો.


વળી હું નિર્બળતામાં, ભયમાં અને ઘણી ધ્રુજારીમાં તમારી સાથે રહ્યો હતો.


વળી તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા સર્વના આજ્ઞાંકિતપણાનું તેને સ્મરણ હોવાથી તેની મમતા તમારા પર પુષ્કળ છે.


તેથી, મારા વહાલાઓ, જેમ તમે હંમેંશા આધીન રહેતા હતા તેમ, માત્ર મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.


માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે [ઈશ્વરનો] આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ;


યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને શમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વડીલો ધ્રૂજતા ધ્રૂજતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, “શું તમે સલાહશાંતિ સહિત આવ્યા છો?”


Lean sinn:

Sanasan


Sanasan