Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 8:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 કેમ કે તેને આશરે બાર વરસની એકની એક દીકરી હતી, તે મરવા પડી હતી. તે જતા હતા તે દરમિયાન ઘણા લોકોએ તેમના પર પડાપડી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 કારણ, બાર વર્ષની ઉંમરની તેની એકની એક દીકરી મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા ત્યારે ચારે બાજુ લોકોની ભારે પડાપડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી. જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 8:42
15 Iomraidhean Croise  

સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે; તેઓ સદાને માટે નાશ પામે છે, અને કોઈ તે લેખવતું નથી.


કેમ કે છાંયડાની જેમ માનસ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેની જિંદગીના સર્વ દિવસોભર તેને પોતાને માટે શું સારું છે, એ કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?


“હે મનુષ્યપુત્ર, જો, જે તારી આંખોને પ્રિય છે તે હું એકે સપાટે તારી પાસેથી લઈ લઉ છું; તોપણ તારે શોક કે વિલાપ કરવો નહિ, અને તારે આંસુઓ પાડવાં નહિ.


વળી, હે મનુષ્યપુત્ર, જે દિવસે હું તેમનું સામર્થ્ય, તેમના વૈભવનો હર્ષ, તેમનાં નેત્રોને પ્રિય વસ્તુ તથા તેમના મનની ઇષ્ટ વસ્તુ, તથા તેમના પુત્રપુત્રીઓ, એ સર્વને તેમની પાસેથી લઈ લઈશ,


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


અને તે તેની સાથે ગયા; અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા, ને તેમના પર પડાપડી થઈ.


હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા.


જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેમને વિનંતી કરી, “મારે ઘેર આવો;”


એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તેણે પોતાનો બધો પૈસો વૈદો પાછળ ખરચી નાખ્યો હતો, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું.


ત્યારે ઈસુએ પૂછ્યું, “મને કોણ અડક્યું?” બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જેઓ તેમની સાથે હતા તેઓએ તેમને કહ્યું, ” સ્વામી, તમારા ઉપર ઘણા લોકો પડાપડી કરે છે, અને [તમને] ચગદી નાખે છે!”


તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.


Lean sinn:

Sanasan


Sanasan