Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઈસુ તેઓની સાથે ગયા. તે તેના ઘરથી દૂર નહોતા એટલામાં સૂબેદારે તેમની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેમને કહેવડાવ્યું, “પ્રભુ, તમે તસ્દી ન લો:કેમ કે તમે મારા છાપરા નીચે આવો, એવો હું યોગ્ય નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી ઈસુ તેમની સાથે ગયા. તે ઘેરથી થોડે જ દૂર હતા એવામાં સૂબેદારે પોતાના મિત્રોને તેમની પાસે કહેવા મોકલ્યા, “સાહેબ, તસ્દી લેશો નહિ. તમે મારા ઘરમાં આવો તેને હું યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, ‘પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમ કે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:6
15 Iomraidhean Croise  

જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.


માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.


જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”


પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.


અને તે તેની સાથે ગયા; અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા, ને તેમના પર પડાપડી થઈ.


તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું, “ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ; કારણ કે હું પાપી માણસ છું.”


તેઓએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરી, “જેને માટે તમે આટલું કરો તેને તે યોગ્ય છે.


કેમ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; વળી તેણે [પોતાને ખરચે] આપણું સભાસ્થાન બંધાવ્યું છે.”


એ કારણથી મેં પણ તમારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહિ. પણ તમે શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે.


તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું, “તારી દીકરી મરી ગઈ; [હવે] ઉપદેશકને તસ્દી ન આપ.”


એટલે નાઝરેથના ઈસુની વાત કે જેમને ઈશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.


પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે.


પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan