Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તે જોઈને જે ફરોશીએ તેમને નોતર્યા હતા તે વિચાર કરવા લાગ્યો, “જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્‍ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, ‘જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 ઈસુને પોતાને ઘેર આવવા જે ફરોશીએ કહ્યું હતું, તેણે આ જોયું. તે તેની જાતે વિચાર કરવા લાગ્યો. “જો આ માણસ પ્રબોધક હોત તો એ જાણતો હોત કે જે સ્ત્રીતેને સ્પર્શે છે તે પાપી છે!”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:39
25 Iomraidhean Croise  

પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”


કેમ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે! તે તને કહે છે, “ખાઓ, પીઓ;” પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી.


તેઓ કહે છે, ‘તું વેગળો રહે, મારી પાસે આવીશ નહિ, કેમ કે હું તારા કરતાં પવિત્ર છું!’ તેઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, ને આખો દિવસ બળતા અગ્નિ જેવા છે.


એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.


ત્યારે લોકોએ કહ્યું, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝરેથના, તે એ છે.”


કેમ કે અંદરથી એટલે માણસોના હ્રદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છિનાળાં, ચોરીઓ, હત્યાઓ,


તેણે મનમાં એવો વિચાર કર્યો કે, ‘હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી.’


ફરોશીઓએ તથા શાસ્‍ત્રીઓએ બન્‍નેએ કચકચ કરીને કહ્યું, “આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ખાય છે.”


કારભારીએ પોતાના મનમાં કહ્યું, ‘હું શું કરું? કેમ કે મારો ઘણી મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં ખોદવાની શક્તિ નથી; ભિક્ષા માગતાં હું લજવાઉં છું.


કેટલીક મુદત સુધી તે [એમ કરવા] ઇચ્છતો ન હતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે, ‘જો કે હું ઇશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી.


તો પસ્તાવો [કરનારને] શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડશો કે ઇબ્રાહિમ અમારા પિતા છે; કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને માટે વંશ ઉત્પન્‍ન કરી શકે છે.


એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.”


ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્‍ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠા છે. ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને,


તે તેમના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી, અને પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યા, અને તેમને અત્તર ચોળ્યું.


ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે તેમને કહ્યું, “ઉપદેશક, કહો.”


સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.


તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી, કેમ કે કેટલાકે કહ્યું, “તે ભલા માણસ છે.” બીજાઓએ કહ્યું, “એમ નથી, પણ લોકોને તે ભુલાવે છે.”


તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”


Lean sinn:

Sanasan


Sanasan