Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્‍ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠા છે. ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 એ શહેરમાં એક સ્ત્રી રહેતી હતી અને તેણે દુષ્ટ જીવન ગાળ્યું હતું. તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમે છે. તેથી તે અત્તર ભરેલી આરસપહાણની શીશી લાવી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 તે સમયે તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જાણ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમવા બેઠો છે. તેથી તે અત્તરની આરસપાનની એક ડબ્બી લાવી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:37
18 Iomraidhean Croise  

તો તે બન્‍નેમાંથી કોણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? “તેઓ તેને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે, “હું તમને ખચીત કહું છું, દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે.


પણ જકાતદરે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કૂટીને કહ્યું, ‘ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો.’


તે જોઈને બધાએ કચકચ કરીને કહ્યું, “એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે.”


ફરોશીઓએ તથા તેઓના શાસ્‍ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, “તમે જકાતદારો તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?”


ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”


માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, જકાતદારોનો તથા પાપીઓનો મિત્ર!’


કોઈક ફરોશીએ પોતાની સાથે જમવા માટે તેમને વિનંતી કરી, ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠા.


જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછયા હતા, તેનો ભાઈ લાજરસ માંદો હતો.


તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”


આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે.


પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.


આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.


આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ,


અને જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે?


Lean sinn:

Sanasan


Sanasan